બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / Bollywood / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / ફિલ્મફેરના સ્ટેજ પર ચડતી અભિનેત્રીનો પગ લપસ્યો, શાહરુખ ખાને પડતાં બચાવી, વીડિયો વાયરલ
Last Updated: 11:58 PM, 12 October 2025
લાપતા લેડીઝએ ફિલ્મફેયર 2025માં 13 એવોર્ડ જીત્યા છે, જેમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો સમાવેશ થાય છે. જોકે અભિનેત્રી નિતાંશી ગોયલ બેસ્ટ ફીમેલ ડેબ્યૂની ટ્રોફી પોતાના નામે કરવા માટે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો માટે ચર્ચામાં છે જેમાં તે સ્ટેજ પર પડતા પડતા બચી જોવા મળે છે. જોકે, ઇવેન્ટ હોસ્ટ શાહરૂખ ખાન તેને પડતા બચાવતા નજર આવે છે. અને સંભાળીને સ્ટેજ પર લઇ જવામાં મદદ કરી રહ્યો છે.
ADVERTISEMENT
SRK Being The utmost Gentleman as He Helps Nitanshi Goel To The Stage To Accept Her Award ❤️@iamsrk @filmfare #SRK #ShahRukhKhan #KingKhan #King #GujaratTourism #FilmfareAwards2025 #Filmfareawards #Filmfare #FilmfareInGujarat #KuchhDinToGuzaroGujaratMein… pic.twitter.com/8GMEiVoDS3
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) October 11, 2025
વીડિયોમાં શાહરૂખ ખાન સીડીઓ તરફ આગળ વધતો જોવા મળે છે જ્યારે નિતાંશી તેનો એવોર્ડ લેવા માટે સ્ટેજ તરફ જાય છે. શાહરૂખ અભિનેત્રીનું વેલકમ કરવાહાથ લંબાવે છે, ત્યારે નિતાંશીને ઠોકર લાગતા લડખડાય છે. ત્યારે કિંગ ખાન તેના બંને હાથ પકડી લે છે અને તેને પડતા બચાવે છે.
ADVERTISEMENT
ઇમોશનલ નિતાંશી વીડિયોમાં પીળા રંગના લાંબા પીળા ગાઉનમાં જોવા મળે છે, જ્યારે શાહરૂખ ખાન કાળા સૂટમાં દેખાય છે. બંને વાત કરતી વખતે સ્ટેજ પર ચઢે છે. ત્યારબાદ અક્ષય કુમાર નિતાંશીને એવોર્ડ આપે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Video / શાહરુખ ખાને રાત્રે 3 વાગ્યે રોડ પર અમદાવાદીઓને જલસા કરાવી દીધા, કિંગ ખાનની બૂમાબૂમ પડી
આ વીડિયો પર ફેન્સ રિએક્શન આપતા જોવા મળે છે અને શાહરૂખ ખાનની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હું પણ પડુ અને શાહરૂખ ખાન મને પકડી પાડે." બીજા યુઝરે લખ્યું, "શાહરૂખ ખાન જેંટલમેન છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે "લાપતા લેડીઝ" કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત છે અને આમિર ખાનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મે 13 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા, આ પહેલા રેકોર્ડ રણવીર સિંહની "ગલી બોય"ના નામે હતો.
અમદાવાદમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ની રાત શાહરૂખ ખાન અને કાજોલની ઝળહળતી કેમિસ્ટ્રીથી ચમકી ઉઠી. શાહરૂખે 17 વર્ષ પછી હોસ્ટિંગ કરીને અને રસ્તા પર ચાહકો સાથે હળવાશથી મળીને દરેકનું દિલ જીતી લીધું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફેન્સે શાહરૂખની સાદગી અને સ્ટારડમની ભરપૂર પ્રશંસા કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.