બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / આખુંય બોલીવુડ ફેઇલ છે 'Kantara Chapter 1' ફિલ્મ આગળ, તોડ્યો રજનીકાંતનો રેકોર્ડ
Last Updated: 08:55 AM, 3 October 2025
દશેરાના અવસર પર રિલીઝ થયેલી ઋષભ શેટ્ટીની બહુપ્રતીક્ષિત ફિલ્મ “Kantara Chapter 1” એ પ્રથમ જ દિવસે બોક્સ ઑફિસ પર ધમાકો મચાવ્યો છે. ફિલ્મે તેના રિલીઝના પ્રથમ દિવસે જ અંદાજે ₹65 કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનિંગમાંની એક ગણાય છે. ખાસ વાત એ છે કે ફિલ્મના હિન્દી વર્ઝને જ અંદાજે ₹19 થી 21 કરોડનું કલેક્શન કર્યું છે, જે ખૂબ પ્રભાવશાળી ગણાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, “Kantara Chapter 1” એ પોતાની શરૂઆતથી જ દર્શકોના દિલ જીતી લીધા છે. માત્ર દક્ષિણ ભારત જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ફિલ્મને વિશાળ પ્રતિસાદ મળી રહ્યો છે. દશેરાની રજા હોવાને કારણે થિયેટરોમાં દર્શકોની ભીડ જોવા મળી હતી, જે કમાણીના આંકડામાં સ્પષ્ટ જોવા મળે છે.

ADVERTISEMENT
આ ફિલ્મે પોતાના પહેલા જ દિવસે “સૈયારા”, “સિકંદર” અને “ચાવા” જેવી અગાઉની હિટ ફિલ્મોની પ્રથમ દિવસની કમાણીને પાછળ છોડી દીધી છે. સાથે સાથે આ ફિલ્મ રજનીકાંત અભિનીત “કૂલી” જેવી મોટી ફિલ્મના પ્રથમ દિવસના આંકડા સુધી પહોંચી ગઈ છે. આ સફળતાથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.
આ પણ વાંચો : VIDEO: કાજોલ સાથે દુર્ગા પંડાલમાં અશ્લીલ હરકત, વીડિયો જોઈ ફેન્સ ભડક્યા
ADVERTISEMENT
એનાલિસ્ટ્સના મત મુજબ, જો આગામી દિવસોમાં પણ દર્શકોનો એવો જ ઉત્સાહ રહ્યો તો ફિલ્મ સહેલાઈથી અનેક નવા રેકોર્ડ તોડી શકે છે. ““Kantara Chapter 1”” માત્ર બોક્સ ઑફિસ પર જ નહીં, પરંતુ લોકોના મનમાં પણ ખાસ સ્થાન બનાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.