બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'Baahubali The Epic'નું ન્યૂ પોસ્ટર રિલીઝ, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જાણો અપડેટ
Last Updated: 03:10 PM, 12 August 2025
"અમરેન્દ્ર બાહુબલી યાની મેં" — આ ડાયલોગ તો કોને યાદ ના હોય! બાહુબલી ફિલ્મ આજે પણ એટલી જ લોકપ્રિય છે જેટલી તે રિલીઝ વખતે હતી. હવે પ્રભાસ અને બાહુબલીના ફેન્સ માટે ખુશખબર આવી છે. દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેને જોયા પછી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. નવી પોસ્ટમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાતીનો લૂક જોવા મળ્યો છે, જેને જોઈને ચાહકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે.
ADVERTISEMENT

નવા પોસ્ટરમાં પ્રભાસ (અમરેન્દ્ર/મહેન્દ્ર બાહુબલી)નો મજબૂત ફિલ્મના એક સીનનો ચહેરો જોવા મળે છે, જ્યારે રાણા દગ્ગુબાતી (ભલ્લાલદેવ) પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે બાહુબલી ફિલ્મના છેલ્લા સીનનો એક ફોટો આ પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યો છે. પોસ્ટર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં ફરી એકવાર મુકાબલો જોવા મળશે.
ADVERTISEMENT
New logo design for Baahubali : The Epic
— Karthik_ rebelism (@KNagolu36024) August 11, 2025
31st October Release... ✅#Prabhas #Baahubali #BaahubaliTheEpic pic.twitter.com/8sDZvkxiB4
ADVERTISEMENT
'Bahubali: The Beginning' (2015) અને 'Bahubali: The Conclusion' (2017)એ માત્ર બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડ્યા નહોતા, પણ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ પણ આપી હતી. 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?' એ પ્રશ્ને લોકોને મહિનાઓ સુધી એક રહસ્યમાં રાખ્યા હતા. હવે આ વાર્તા 'Baahubali: The Epic' નામની નવી સ્ટોરી સાથે પરત આવી શકે છે અથવા કંઈ બીજું પણ હોઈ શકે છે

ADVERTISEMENT
ફિલ્મ 'Baahubali The Epic' 31 ઓક્ટોબર 2025ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. નિર્માતાઓનું કહેવું છે કે આ માત્ર એક ફિલ્મ નહીં પરંતુ એક ગ્રાન્ડ સિનેમેટિક અનુભવ હશે, જેમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ અને હાઇ-એન્ડ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દયાબેન બાદ હવે જેઠાલાલના પણ 'તારક મહેતા...' શોને રામરામ?
સોશિયલ મીડિયા પર પોસ્ટર રિલીઝ થતાની સાથે જ #BaahubaliTheEpic ટ્રેન્ડ થવા લાગ્યું છે. ચાહકો ફરીથી આ યુદ્ધની ઝલક જોવા માટે આતુર છે. અગાઉના ભાગોની લોકપ્રિયતા જોતા, નવા ભાગથી દર્શકોની અપેક્ષાઓ અનેકગણી વધી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.