ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / BMC has started PotholeChallange, people can share selfie with pothole

BMC / આવુ ગુજરાતમાં પણ થવું જોઈએ: ખાડા સાથે સેલ્ફી પાડો અને સમારકામ ન થાય તો...

Published By: Parth

Last Updated: 02:21 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃહ્ન્નમુંબઈ નગરનિગમ દ્વારા નવો પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે. ચેલેન્જ શુક્રવારે શરુ થયો છે જે એક અઠવાડિયા સુધી ચાલશે. આ ચેલન્જ મુજબ કોઈ પણ નાગરિક ખાડા સાથે તસવીર મૂકી શકે છે અને જો 24 કલાકમાં તે ખાડાનું સમારકામ કરવામાં ન આવે તો તસવીર શેર કરનાર વ્યક્તિને 500 રૂપિયાનું ઇનામ મળશે. કોર્પોરેટરોએ આ યોજના પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ યોજના વ્યવહારિક નથી. આવી યોજનાઓ નગર નિગમનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે.

ADVERTISEMENT

  • બૃહ્ન્નમુંબઈ નગરનિગમે શરુ કરી પોટહોલ ચેલેન્જ  
  • ખાડા સાથે લોકો શેર કરશે સેલ્ફી 
  • ખાડાનું 24 કલાકમાં સમારકામ ન થાય તો મળશે 500 ઇનામ

 ખાડા સાથેની સેલ્ફી  'ફિક્સઇટ એપ' પર શેર કરવાની રહેશે

બૃહ્ન્નમુંબઈ નગરનિગમ દ્વારા એક નવો પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે. જેનું નામ આપવામાં આવ્યું છે પોટહોલ ચેલેન્જ. આ ચેલેન્જ શુક્રવારે શરુ થયો છે જે એક અઠવાડિયા સુધી ચાલે તેવી યોજના છે. જોકે BMC દ્વારા શરુ કરાયેલી આ યોજનાનો બધા જ રાજનીતિક દળ વિરોધ કરી રહ્યા છે. ઘણા રાજનીતિક દળોનું માનવું છે આમ કરીને BMC કરદાતાઓના પૈસા વેડફી રહી છે. શહેરન લોકોને નગર નિગમ દ્વરા આગ્રહ કરવામાં આવ્યો છે કે લોકો ખાડાઓ વિશેની માહિતી નગર નિગમની આધિકારિક એપ 'ફિક્સઇટ એપ' પર શેર કરે જેથી નગર નિગમને શહેરના ખાડાઓની માહિતી પણ મળી રહે અને લોકોની ભાગીદારી પણ વધારી શકાય. 

 

કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલ

નગર નિગમ દ્વારા આ પ્રયોગ હેઠળ નાગરિકો ઇનામ પણ મેળવી શકે છે. કોઈ પણ નાગરિક ખાડા સાથે તસવીર મૂકી શકે છે અને જો 24 કલાકમાં તે ખાડાનું સમારકામ કરવામાં ન આવે તો તસવીર શેર કરનાર વ્યક્તિને 500 રૂપિયાનું ઇનામ મળશે. કોર્પોરેટરોનું મનાવું છે કે આ યોજના એક હાસ્યાસ્પદ આઈડીયા છે. ખાડાઓનું સમારકામ કરવું એ નગરનિગમનું કામ છે, આવી યોજનાઓથી નગરનિગમ લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. 

પોટહોલ ચેલેન્જ 7 નવેમ્બર સુધી ચાલશે

નગરનિગમ જે ઇનામ આપવાનું છે તેના પર પણ ઘણા સવાલ ઉઠવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટરોએ કહ્યું કે આ યોજનાથી BMC લોકોમાં પૈસાની લ્હાણી કરી રહ્યું છે, આ સીધેસીધું કરદાતાઓના પૈસાની બરબાદી છે. BMCએ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલથી જાણકારી આપી હતી કે પોટહોલ ચેલેન્જ 7 નવેમ્બર સુધી ચાલશે.

  • જોકે આ ચેલેન્જની સાથે BMC દ્વારા ખાડા માટે પણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ બે જ ખાડા સાથેની સેલ્ફી મોકલી શકશે.આ સિવાય ખાડો ઓછામાં ઓછો ત્રણ ઇંચ ઊંડો અને એક ફૂટ પહોળો હોવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

BMC Mumbai PotholeChallange selfie with pothole PotholeChallange

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ