બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / bjp leader harshvardhan patil daughter ankita patil marry uddhav thackeray nephew nihar thackeray

મુંબઈ / મહારાષ્ટ્રના ઠાકરે પરિવારની વહુ બનશે ભાજપનાં દિગ્ગજ નેતાની દીકરી, તાજ હૉટલમાં થશે લગ્ન

ParthB

Last Updated: 10:37 AM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના નેતા અને પૂર્વ સહકારિતા મંત્રી હર્ષવર્ધન પાટિલની દિકરી અંકિતા પાટિલ ઠાકરે  પરિવારની વહૂ બનવા જઈ રહી છે. 28 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં આ લગ્ન થશે.

  • મહારાષ્ટ્રમાં રાજકીય પરિવારોમાં લગ્નનો દૌર ચાલી રહ્યો છે 
  • અંકિતા પાટીલ અને નિહાર ઠાકરેનું થશે લગ્ન 
  • 28મી ડિસેમ્બરે મુંબઈના તાજ હોટલમાં થશે બંનેના લગ્ન 

મહારાષ્ટ્રમાં રાજનીતિક પરિવારોમાં લગ્નના સમારોહ દૌર ચાલી રહ્યો છે. 

શિવસેના સાંસદ સંજય રાઉત, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલે, મંત્રી ગુલાબરાવ પાટિલ, જિતેન્દ્ર આવ્હાડે અને હવે ભાજના નેતા હર્ષવર્ધન પાટીલના ઘરે પણ લગ્નની તૈયારીઓ થઈ રહી છે. પૂર્વ સહકારીતા મંત્રી હર્ષવર્ધન પાટીલની દિકરી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની વહૂ બનવા જઈ રહી છે. 28 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં લગ્ન થશે. ખુબ ઓછા અને સિલેક્ટેડ લોકોની વચ્ચે ઠાકરે પરિવાર એડવોકેટ નિહાર ઠાકરે અને અંકિતા પાટીલ શાદીના બંધનમાં બંધાશે. 

સીએમ ઉદ્ધવ ઠાકરેનો ભત્રીજો છે નિહાર ઠાકરે  

અંકિતા પાટીલ હાલમાં પુના જિલ્લા પરિષદની સદસ્ય છે. અને ઈન્ડિયન સુગર મીલ્સ એશોસિએશનની પણ નિર્દેશક પણ છે. નિહાર શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના દિવંગત પુત્ર બિંદુ માધવ ઠાકરેના પુત્ર છે. જે મુંબઈમાં એક એડવોકેટ તરીકે કામ કરી રહ્યાં છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિહારના સગાં કાકા છે. અને મનસે પ્રમુખ રાજ ઠાકરેના પિતરાઈ કાકા છે. હર્ષવર્ધન પાટીલને રાજ ઠાકરે ઘર જઈને લગ્ન નિમંત્રણ આપ્યું હતું. 

હર્ષવર્ધન પાટીલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા

હર્ષવર્ધન પાટીલ પહેલા કોંગ્રેસના હતાં. અને 2019ના વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપીમાં આવી ગયાં હતાં. હર્ષવર્ધન પાટીલ કદ્દાવર નેતા માનવામાં આવે છે. જે પુના જિલ્લાની ઈંદાપુર વિધાનસભા સીટમાં ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યાં છે. હર્ષવર્ધન પાટીલના પાસ 1995 થી 2014 સુધી રાજ્ય સરકારોમાં મંત્રીના રૂપમાં સેવા આપવામાં રેકોર્ડ પણ છે.1995, 1999, અને 2004માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી હતી. 2009માં તેમણે કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યાં છે. 1995માં તેમણે શિવસેના -બીજેપી સરકારનું સમર્થન કર્યું હતું. અને તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Nephew Uddhav Thackeray ankita patil bjp leader harshvardhan patil nihar thackeray ઉદ્ધવ ઠાકરે ગુજરાતી ન્યૂઝ નિહાર ઠાકરે ભાજપના નેતા હર્ષવર્ધન પાટિલ Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ