બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / bjp gorakhpur mp ravi kishan gujarat ma modi chhe election song released
ADVERTISEMENT
ભાજપ સાંસદ રવિ કિશને ભોજપુરીનુ મિક્સ રેપ સોન્ગ ગાયુ
ભોજપુરીના સુપરસ્ટાર અન ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશને ગુજરાત ચૂંટણી માટે પહેલી વખત ગુજરાતી ભોજપુરીનુ મિક્સ રેપ સોન્ગ ગાયુ છે. આજે આ ગીતને સોશિયલ મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત માટે જાહેર કરાયેલ પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ દેખાઈ રહી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસ્વીર છે. રવિ કિશનના પ્રશંસકોને આશા છે કે તેઓ આ ગીત ગુજરાતમાં રહેલા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના મોંઢા પર ચઢી જશે.
ADVERTISEMENT
Announcement ‼️
— Ravi Kishan (@ravikishann) November 18, 2022
Link - https://t.co/YXsjXORWkf
गुजरात मा प्रेम छै कारण की गुजरात मा मोदी छै !!
Official Video is Out Now 🤞🏻🕉️ Check Ravi Kishan Official YouTube channel for full song! Go show some love & support@PMOIndia @BJPCentralMedia #bhupendrapatel #GujaratElections2022 pic.twitter.com/bkQP7yHxbI
ADVERTISEMENT
'ગુજરાતમાં પ્રેમ છે કારણકે ગુજરાતમાં મોદી છે' સોન્ગ
આ ગીતમાં રવિ કિશન તેના અંદાજમાં જણાવે છે કે ગુજરાતમાં મોદી છે. આખુ ગીત તેની ઉપર છે. જેમાં વડાપ્રધાન મોદીની પ્રામાણિકતા, ભ્રષ્ટાચાર-પરિવારવાદની સામે તેમની નીતિની સાથે ગુજરાતનો વિકાસ, ગાંધી, સરદાર પટેલની વિરાસત, સોમનાથ, દ્વારકાનો ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં રવિ કિશનનુ ભોજપૂરી રેપ સોન્ગ. યુપીમાં સબ બા... લોકપ્રિયતાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. લોન્ચ થયાના પહેલા દિવસે સોશિયલ મીડિયામાં ગીતને મિલિયન્સમાં પણ વ્યુજ મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.