બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / BJP candidate on election campaign with TV serial actor in gujarat
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આજે અંતિમ દિવસ છે. ત્યારે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો પણ આજે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ગાંધીનગરની ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીટા પટેલનો આજે રોડ-શૉ છે. TV સીરિયલના કલાકારો સાથે ભાજપના ઉમેદવાર આજે રોડ-શૉ કરશે. તમને જણાવી દઇએ કે, ગાંધીનગરની ઉત્તર બેઠક પર ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની ઉત્તર બેઠક પર 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો.
ADVERTISEMENT
14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં બીજા તબક્કાના 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન થશે. સોમવારના સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થઇને સાંજના 5 વાગ્યા સુધી મતદાન શરૂ રહેશે. જ્યારે આજ રોજ શનિવારના સાંજના પાંચ વાગ્યા બાદ જાહેરમાં ચૂંટણી પ્રચાર કે સભાઓ અને રેલી કે રોડ શો પર પ્રતિબંધ લાગી જશે. આ સાથે જ હવે પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લી ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજના 5 વાગ્યાથી બંધ થઇ ગયા બાદ પછીથી રાજકીય પક્ષો ડોર ટૂ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો જ યોજી શકશે. મહત્વનું છે કે, મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર પડઘમ શાંત થઇ જતો હોય છે. મહત્વનું છે કે તારીખ 5 ડિસેમ્બરના રોજ સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાશે.
ADVERTISEMENT
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન નોંધાયું
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા, બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા સૌરાષ્ટ્રમાં મોરબીમા સૌથી વધુ 69.65 ટકા સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન થયું છે જે સાથે જ 788 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે.
ADVERTISEMENT

ગુજરાતમાં કુલ મતદારો કેટલાં?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે જાહેર કરેલા મતદારોની અંતિમ યાદી મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.