બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
Biparjoy Cyclone Mumbai: વાવાઝોડું બિપોરજોય ગંભીરરૂપ ધારણ કરી રહ્યું છે જેની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ કારણે અત્યારથી જ મહારાષ્ટ્રનાં મુંબઈમાં ભરતીનાં ઊંચા મોજાઓ દેખાઈ રહ્યાં છે અને વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે. મુંબઈ અને પાલઘર જિલ્લામાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે મુંબઈ એરપોર્ટ પર રન વે બંધ કરાયો અને એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઈટો રદ કરી છે.
#WATCH | Maharashtra: High tidal waves witnessed in Mumbai as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm.
— ANI (@ANI) June 12, 2023
(visuals from Gateway of India) pic.twitter.com/UrnR0sahtE
ADVERTISEMENT
મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં એલર્ટ
માહિતી અનુસાર બિપોરજોયે અત્યારસુધી મહારાષ્ટ્રમાં લેંડફોલ નથી કર્યું પરંતુ તેની અસર અત્યારથી દેખાવા લાગી છે. આ વાવાઝોડાંનાં ખતરાને લઈને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં રવિવારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપતાં કહ્યું કે આ જિલ્લાઓમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે મધ્યમ વરસાદ આવી શકે છે.
ADVERTISEMENT
જિલ્લાઓની લિસ્ટ
રત્નાગિરી
રાયગઢ
થાણે
પાલઘર અને અન્ય આસપાસનાં વિસ્તાર
માહિતી અનુસાર મહારાષ્ટ્રનાં અનેક ભાગોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ચાલી શકે છે અને વરસાદ પણ આવી શકે છે. તેવામાં લોકોને ઘરથી બહાર ન નિકળવા અથવા સાવધાન રહેવા માટે સુચિત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતનાં આ વિસ્તારોમાં બિપોરજોયની થઈ શકે છે અસર
હવામાન વિભાગ અનુસાર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી સહિત ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.