બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / Bill Gates congratulated PM Modi on completion of 200 crore vaccinations in India.

ગૌરવશાળી ક્ષણ / ભારતમાં 200 કરોડ રસીકરણ પૂર્ણ થવા પર બિલ ગેટ્સે PM મોદીને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું

ParthB

Last Updated: 08:08 AM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે દેશમાં કોરોના રસીકરણના 200 કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી હતી.

  • દેશમાં અત્યાર સુધી બે અબજથી વધુ ડોઝ કોરોનાની રસીકરણ કરાયું 
  • માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે PM મોદીને અભિનંદન પાઠવ્યા
  • PM મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી

અમેરિકા પછી ભારત કોરોના વાયરસના સંક્રમણને કારણે વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં કોરોનાના નિવારણ માટે યુદ્ધના ધોરણે કોરોના રસીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતે 200 કરોડ રસીકરણનો આંકડો પાર કર્યો છે.જેના પર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે PM મોદીને અભિનંદન પાઠવ્યા

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. બિલ ગેટ્સે ટ્વિટર પર લખીને PM મોદીને કોરોનાની અટકાવવા માટે 200 કરોડ રસીકરણનો વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ19ની અસરને ઓછી કરવા માટે અમે ભારતીય રસી ઉત્પાદકો અને ભારત સરકાર સાથેની અમારી સતત ભાગીદારી માટે આભારી છીએ.

અત્યાર સુધીમાં 3.80 કરોડથી વધુ કિશોરોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપયો

તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી બે અબજથી વધુ ડોઝ આપનારો બીજો દેશ બની ગયો છે. અત્યાર સુધી, ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.આમ ભારતમાં, 12-14 વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022 ના રોજ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 3.80 કરોડથી વધુ (3,80,72,341) કિશોરોને COVID-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે, 10મી એપ્રિલ, 2022ના રોજ 18-59 વર્ષની વય જૂથ માટે પ્રી-કોશન ડોઝ પણ શરૂ કરવામાં આવ્યો હતો.

ભારત કોરોના રસીકરણમાં બીજો દેશ બન્યો 

આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, 17 જુલાઈ, 2022.. આ દિવસ હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યું, અમારા માટે ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં લોકોને 2 અબજ કોરોના ડોઝ આપ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું.

PM મોદીએ કહ્યું ભારતે ફરી ઈતિહાસ રચ્યો 

PM મોદીએ ટ્વિટ કર્યું કે ભારતે ફરી ઈતિહાસ રચ્યો. 200 કરોડ રસીના ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. ભારતના રસીકરણ અભિયાનને અદ્રિતીય બનાવવામાં યોગદાન આપનારાઓ પર ગર્વ છે. તેનાથી કોરોના સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી મળી છે. તેમણે કહ્યું કે, વેક્સીનના રોલઆઉટ દરમિયાન, ભારતના લોકોએ વિજ્ઞાનમાં નોંધપાત્ર વિશ્વાસ દર્શાવ્યો છે.અપાણા ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન વર્કર્સ, વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોએ સુરક્ષિત ગ્રહ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું તેની ભાવના અને નિશ્ચયની પ્રશંસા કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ