બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 PM, 6 July 2025
Bihar Viral Video: બિહારના સીતામઢી-દરભંગા રેલ્વે સેક્શન પર મહેસૌલ ગુમટી નજીક શનિવારે ટ્રેન ડ્રાઈવરની સમજદારીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં દારૂના નશામાં એક ઓટો ડ્રાઈવર રેલ્વે ટ્રેક પર જ પોતાની ઓટો રિક્ષા ચલાવવા લાગ્યો. જે સમયે ઓટો રેલ્વે ટ્રેક પર ચાલી રહી હતી, તે સમયે સામેથી એક ટ્રેન પણ આવી રહી હતી. જોકે, ટ્રેન ડ્રાઈવરે ઓટો જોતા જ તેણે ટ્રેન રોકી દીધી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. માહિતી મળતા જ GRP પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઓટો ડ્રાઈવરની ધરપકડ કરી લીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
नशे में धूत ऑटो ड्राइवर ने रेलवे ट्रैक पर ऑटो दौड़ दिया, वीडियो वायरल
— Raman Singh (@RamanSinghX) July 5, 2025
हालाकि घटना स्थल पर मौजूद लोगों की मदद से समय रहते ऑटो को ट्रैक से हटा दिया गया, मामला बिहार के सीतामढ़ी का#BreakingNews #viralvideo #Bihar #Sitamarhi pic.twitter.com/MIvzSSQI4z
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રેલ્વે ટ્રેક પર એક ઓટો ચાલી રહી છે. જ્યારે કેટલાક લોકો તેને રોકવા માટે તેની પાછળ દોડી રહ્યા છે. જયારે ટ્રેન પણ સામેથી આવી રહી છે અને હોર્ન વગાડી રહી છે. પરંતુ ડ્રાઈવરે ઓટો જોતા જ ટ્રેનને બ્રેક મારી અને રોકી દીધી. જો ટ્રેન ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક ન લગાવી હોત તો મોટો અકસ્માત થયો હોત.
ADVERTISEMENT

સ્થાનિક લોકોએ જણાવ્યું કે એક વ્યક્તિ નશામાં ધૂત હતો અને રેલવે ટ્રેક પર જ ઓટો ચલાવવા લાગ્યો. જ્યારે લોકોએ તેને જોયો ત્યારે તેઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેણે ઓટો રિક્ષા રોકી નહીં. આ દરમિયાન સામેથી એક ટ્રેન પણ આવી રહી હતી. જોકે, ટ્રેન ડ્રાઇવરે તત્પરતા દાખવી અને ટ્રેન રોકી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: બે મોનિટર લિઝાર્ડ વચ્ચે જામ્યું યુદ્ધ, જોવા મળી WWE જેવી ફાઈટ
ઘટનાસ્થળે પહોંચેલા GRP એ જણાવ્યું કે રેલવે ટ્રેક પર ઓટો ચલાવનાર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તે રેલવે ટ્રેક પર ઓટો રિક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે તે નશામાં હતો. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.