બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / મનોરંજન / બોલિવૂડ / Big update about Akshay-Tiger's 'Bade Mian Chote Mian', three big budget songs will be shot with this South star

મનોરંજન / અક્ષય-ટાઈગરની 'બડે મિયાં છોટે મિયાં'ને લઈ સામે આવી મોટી અપડેટ, સાઉથના આ સ્ટાર સાથે શૂટ કરશે ત્રણ મોટા બજેટના સોંગ્સ

Megha

Last Updated: 03:29 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલી અબ્બાસ ઝફરની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વખત એક સાથે નજર આવશે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે.

  • અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વખત એક સાથે કામ કર્યું. 
  • ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં બંને એક સાથે નજર આવશે. 
  • ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વખત એક સાથે કામ કરી રહ્યા છે. અલી અબ્બાસ ઝફરની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં બંને એક સાથે નજર આવશે. સાથે જ આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે આ સ્ટાર્સ ફિલ્મના ફાઇનલ શિડ્યુલ અને ત્રણ મોટા બજેટના ગીતોનું શૂટિંગ કરવાના છે.' 

રિપોર્ટ અનુસાર, આ ફિલ્મના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે. ત્રણેય સ્ટાર્સ તેને એકસાથે શૂટ કરશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'બડે મિયાં છોટે મિયાં'નું શૂટિંગ શિડ્યુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ડિરેક્ટરને પોસ્ટ પ્રોડક્શન માટે પણ વચ્ચે સમય મળી શકે.

વાંચવા જેવુ: VIDEO: 'બોલો! આવા લોકો હિન્દી સિનેમાના સ્ટાર છે', હિન્દી ભાષાનો બસ એક શબ્દના સમજી શક્યો સેફ અલી ખાન, લોકો ઉડાવી મજાક

ફિલ્મના મોટાભાગનું શૂટિંગ ગયા વર્ષે જ થઈ ગયું હતું પરંતુ છેલ્લું શિડ્યુલ અને ત્રણ ગીતોનું શૂટિંગ બાકી હતું. જેણે ઇન્ટરનેશનલ લોકેશન પર શુટ કરવામાં આવશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 'આ સંપૂર્ણપણે કોમર્શિયલ ફિલ્મ હશે. જેમાં એક્શન, ડ્રામા, થ્રિલ, ઈમોશન અને શાનદાર સાઉન્ડ ટ્રેક હશે. લગભગ બધું જ શૂટ થઈ ચૂક્યું છે, હવે માત્ર આ ત્રણ ગીતો જ શૂટ થશે. જેના માટે આખી ટીમ ખૂબ જ ઉત્સાહિત છે.'

થોડા દિવસો પહેલા આ તસવીરમાં પૃથ્વીરાજના રોલને લઈને એક અપડેટ આવી હતી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ ખલનાયક હશે તેવું બહાર આવ્યું હતું. પૃથ્વીરાજ સુકુમારન 'બડે મિયાં છોટે મિયાં' તે પહેલા પણ ફિલ્મોમાં વિલન બની ચૂક્યો છે. બોક્સ ઓફિસ વર્લ્ડ વાઈડના અહેવાલ મુજબ, 'બડે મિયાં છોટે મિયાં' પૃથ્વીરાજના પાત્રનું નામ કબીર હશે. જે એક તેજસ્વી રોબોટીસ્ટ એટલે કે સાયન્ટિસ્ટ છે. કબીર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક એવો રોબોટ બનાવી રહ્યો છે જેણે મનુષ્યો પર નિયંત્રણ મેળવી લીધું છે.

જો કે જ્યારે આ ફિલ્મની અનાઉસમેન્ટ કરવામાં આવી ત્યારે લોકોને થયું હતું ફિલ્મ 1998માં રિલીઝ થયેલી ગોવિંદા અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મની સિક્વલ હશે. જોકે, બાદમાં મેકર્સે આ અહેવાલોને ખોટા જાહેર કર્યા હતા. અક્ષયની 'બડે મિયાં છોટે મિયાં' ઈદ 2024માં રિલીઝ થશે. તેનું ટીઝર જાન્યુઆરી 2024માં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ