બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Big news for the government regarding GST collection

GST Collection / બજેટ પહેલા જ સરકારને બખ્ખે-બખ્ખાં: બીજું સૌથી મોટું GST કલેક્શન, ખજાનામાં આવ્યા આટલા કરોડ રૂપિયા

Malay

Last Updated: 10:59 AM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કલેક્શન સંબંધિત સૌથી મોટા સમાચાર, જાન્યુઆરી મહિનામાં GST કલેકશનનો આંકડો 1,55,922 કરોડ રૂપિયા પર પહોચ્યો છે.

  • GST કલેકશનને લઈને સરકાર માટે મોટી ખુશખબરી 
  • સરકારને GST કલેકશનમાં મળ્યા 1.55 લાખ કરોડ રૂપિયા 
  • એપ્રિલ 2022માં થયું હતું 1.68 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન

બજેટ 2023 રજૂ કરતા પહેલા સરકારને આવકના મોરચે મોટી સફળતા મળી છે. નાણા મંત્રાલયે 31 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ભારતે જાન્યુઆરીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST Collection) તરીકે રૂ. 1.55 લાખ કરોડ એકત્ર કર્યા છે.

કલેક્શન રૂ. 1.55 લાખ કરોડથી વધુ થઈ ગયું
નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વધીને રૂ. 1.55 લાખ કરોડથી વધુ થઈ ગયું છ, . કેન્દ્ર સરકારે GST કલેક્શનમાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો વધારો હાંસલ કર્યો છે. 

માર્ચમાં સરકારની છપ્પરફાડ કમાણી: GSTએ તોડી નાંખ્યા તમામ રેકૉર્ડ, 1.42 લાખ  કરોડ રૂપિયાનું કલેક્શન | gst collection at all time high in march 2022

કુલ GST કલેક્શન 1,55,922 કરોડ રૂપિયા
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "31 જાન્યુઆરી 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી કુલ GST કલેક્શન 1,55,922 કરોડ રૂપિયા છે. આમાં CGST રૂ. 28,963 કરોડ, SGST રૂ. 36,730 કરોડ, IGST રૂ. 79,599 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 37,118 કરોડ સહિત) અને સેસ રૂ. 10,630 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 768 કરોડ સહિત) છે.

ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 24 ટકા વધારે
જાન્યુઆરી 2023 સુધી ચાલુ નાણાકીય વર્ષમાં આવક ગયા વર્ષના સમાન સમયગાળાની GST આવક કરતાં 24 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.50 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. એપ્રિલ 2022માં નોંધાયેલી રૂ. 1.68 લાખ કરોડની કુલ આવક પછી જાન્યુઆરી 2023માં જીએસટી કલેક્શન બીજા ક્રમે છે.

આર્થિક મોરચા પર ખુશખબર, સતત 7માં મહિને GST કલેક્શન 1.40 લાખ કરોડને પાર,  જાણો આંકડા | monthly gst revenues more than 1.40 lakh crore for seven  months in a row

એપ્રિલ 2022માં થયું હતું 1.68 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન
ઓક્ટોબર-ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં મહિનાના અંત સુધીમાં કુલ 2.42 કરોડ GST રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 2.19 કરોડ હતો. બીજી તરફ, છેલ્લા 1 વર્ષમાં જીએસટી કલેક્શનની આ બીજી સૌથી વધુ રકમ છે. અગાઉ એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું.


 

 

સંકળાયેલા મુદ્દાઓ

BIG NEWS GST Collection GST કલેક્શન Government જીએસટી કલેક્શન મોટા સમાચાર સરકારની તિજોરી ભરાઈ સારા સમાચાર GST collection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ