બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / "BIG NEWS First list of Congress candidates in Gujarat elections gets approval from Delhi

BIG NEWS / ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદીને દિલ્હીથી મળી મંજૂરી, ખડગે સાથે થઈ હાઈલેવલ મીટિંગ

Kishor

Last Updated: 06:36 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચૂંટણીના ઉમેદવાર પસંદગી કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં યોજાયેલ CECની બેઠકમાં મંથન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાઓ દિલ્લીથી ગુજરાત પહોંચ્યા છે.

  • કોંગ્રેસના નેતાઓ દિલ્લીથી ગુજરાત પહોંચ્યા 
  • ઉમેદવાર પસંદગી માટે યોજાઈ હતી દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક 
  • ઉમેદવારોને ઔપચારિક સૂચના પણ આપી દેવાઇ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPએ પોતાના ઉમેદવારોની 7 યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ભાજપ-કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. તેવામા ઉમેદવારોને લઇને કોંગ્રેસનું મંથન પૂર્ણ  થયુ છે. કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક યોજાઈ હતી. જે પૂર્ણ થતાં કોંગી નેતાઓ દિલ્લીથી ગુજરાત પહોંચ્યા છે. હવે 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. 

50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી
નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં ઉમેદવાર પસંદગીને લઇને કોંગ્રસ દ્વારા દિલ્હીમાં CECની બેઠક યોજાઈ હતી. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ઔપચારિક સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. 

3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી 
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પંચ ક્યારે તારીખોની જાહેરાત કરશે તેની રાહ જોઈ રહ્યાં છે. બેઠકમાં સોનિયા ગાંધી સહીતના અગ્રણીઑ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ  3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે.  એજ રીતે  વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ