બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નદીઓ બે કાંઠે, ગામડા સંપર્ક વિહોણા, ડેમ ઓવરફ્લો, હજુય આ જિલ્લાઓમાં યલો એલર્ટ

વરસાદી માહોલ / નદીઓ બે કાંઠે, ગામડા સંપર્ક વિહોણા, ડેમ ઓવરફ્લો, હજુય આ જિલ્લાઓમાં યલો એલર્ટ

Last Updated: 01:39 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પડેલ વરસાદના પગલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. અમરેલીમાં વરસાદના પગલે રામપરા ડેમ ઓવરફ્લો થયો હતો.

અમરેલીના બાબરા વિસ્તારમાં વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો હતો. બાબરાના કરિયાણા રોડ પર રામપરા ડેમ ઓવરફ્લો થયો હતો. ગઈકાલે 2 થી 3 ઈંડ વરસાદ નોંધાતા ડેમોમાં નવા નીર આવ્યા હતા. બાબરાના ખાખરીયા, દરેડ, જામબરવાળા સહિતના ગામોમાં ડેમના પાણીની આવક થવા પામી હતી. હજારો વીધા જમીનોમાં ઉનાળું વાવેતરમાં ફાયદો થશે. બાબરા વિસ્તારમાં સીઝનનો 20 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાબરા પંથકમાં મોટાભાગના તળાવોને ચેકડેમો છલકાયા હતા.

ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા ખોલાયા હતા

ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. સિઝનમાં સતત ત્રીજી વખત ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલાયા હતા. હાલ પાણીની આવક ઓછી થતાં ફરી દરવાજા બંધ કરાયા હતા. તળાજા અને પાલીતાણા તાલુકાના 17 ગામોને સાવચેત કરાયા હતા.

ઉપરવાસમાં પણ ભારે વરસાદ

અરવલ્લીના ભિલોડા માલપુરમા સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઈન્દ્રાશી નદી બે કાંઠે વહી રહી હતી. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

યલો એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગ દ્વારા તા. 15 જુલાઈના રોજ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સંપર્ક વિહોણા થયા ગામ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મેત્રાલ, રાધીવાડ કંપા, નીચી ધનાલ, ગુંદેલ, વાસણામાં વરસાદી માહોલ છવાયો હતો. રાધીવાડથી ગુંદેલ તરફના માર્ગ પર પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણા થાય હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને લીધે ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો.

આ પણ વાંચોઃ સચિવાલયથી રવાના થયા કાંતિ અમૃતિયા, રાજીનામાં પર આવ્યું શંકર ચૌધરીનું નિવેદન

આ પણ વાંચોઃ ભાજપ-AAPની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસે ઝંપલાવ્યું, પરંતુ ઋષિકેશ પટેલ મૌન

ઉપરવાસમાં ભારે વરસાદથી વધી પાણીની આવક

મહેસાણના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી હતી. હાલ ડેમમાં 25278 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ધરોઈ ડેમમાં હાલ 69.18 ટકા પાણીનો જથ્થો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain change in weather rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ