બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar drainage cleaning worker dies due to suffocation: 900 workers on strike, Shaktisinh also demands FIR

માંગણી / ભાવનગરમાં ડ્રેનેજની સફાઇ કરવા ઉતરેલા કર્મીનું ગૂંગળામણના લીધે નિધન: 900 કર્મીઓ હડતાળ પર, શક્તિસિંહે પણ FIRની કરી માંગ

Vishal Khamar

Last Updated: 11:08 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં ડ્રેનેજ સફાઈ માટે ઉતરેલા મનપાનાં કર્મીનાં મોત કેસ મામલે પરિવાર દ્વારા જ્યાં સુધી તેઓની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ટ્વિટ કર્યું હતું કે, જવાબદાર સામે તાત્કાલિક FIR થવી જોઈએ.

  • ભાવનગરમાં ડ્રેનેજ સફાઈ માટે ઉતરેલા મનપાના કર્મીના મોતનો કેસ 
  • પરિવારે વિવિધ માગ પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર 
  • મૃતકના પરિજનોની માગનું નિરાકરણ ન આવતા 900 સફાઈકર્મી દ્વારા હડતાળ 

 ભાવનગરમાં ડ્રેનેજ સફાઈ માટે ઉતરેલા મનપાનાં કર્મીનાં મોત કેસને લઈ પરિવારજનો દ્વારા જ્યાં સુધી તેઓની માંગણી પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. રાજેશ વેગડા નામનાં સફાઈ કર્મીનું ગુંગળામણનાં લીધે મૃત્યું થયું હતું. મૃતકનાં પરિવારજનોની માંગનું નિરાકરણ ન આવતા 900 જેટલા સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. તેમજ માંગણી કરી હતી કે, પરિવારનાં અન્ય સભ્યને સરકારી નોકરી આપવાની માંગ તેમજ તાત્કાલિક સરકારી સહાયની રકમ ચૂકવવા પરિવાર દ્વારા માંગ કરી હતી.

મારા ભાઈનાં છોકરાને નોકરી ઉપર લઈ લોઃ મૃતકનાં સ્વજન
આ મામલે મૃતકનાં સ્વજને જણાવ્યું હતું કે, મારી ભાભીનો કોઈ આધાર છે નહી. મારા નાનાભાઈને નોકરી નથી કે મારા ભાભીને નોકરી નથી. મારા બાપા નથી. હવે બધી જવાબદારી મારી ભાભી પર આવી ગઈ છે. એટલે હું એટલી વિનંતી કરૂ છું કે,  મારા ભાઈનાં છોકરાને નોકરી ઉપર લઈ લો. અને એને રોટલો આપો.

આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી કહ્યું હતું કે, જવાબદાર સામે તાત્કાલિક એફઆઈઆર થવી જોઈએ. તેમજ મૃતકનાં પરિવારની માંગણીઓ પર સરકાર કાર્યવાહી કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ