બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / bharat biotech is planning to launch covid19 vaccine in the second quarter next year immediate focus to conduct the phase 3 trials successfully

કોરોના વાયરસ / ભારત બાયોટેક આવતા વર્ષે લાવશે કોરોનાની વેક્સીન, કિંમતને લઈને કહી આ વાત

Bhushita

Last Updated: 09:39 AM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને દુનિયાભરમાં કોરોના વાયરસની સામે લડવા માટે અનેક કંપનીઓ વેક્સીન બનાવવાની તૈયારીઓ કરી રહી છે. અનેક કંપનીઓ ત્રીજા ટ્રાયલમાં પહોંચી ચૂકી છે. આ સમયે ભારત બાયોટેક પણ કોરોના વેક્સીન આવતા વર્ષે લાવે તેવી શક્યતાઓ છે. આ સમયે કંપનીએ કહ્યું છે કે અમે તેની કિંમતને લઈને કોઈ અંદાજ નક્કી કર્યો નથી. અત્યારે અમે એક સફળ વેક્સીન બનાવવા પર ફોકસ કરી રહ્યા છીએ.

  • ભારત બાયોટેક આવતા વર્ષે લાવશે કોરોનાની વેક્સીન
  • કિંમતને લઈને કંપનીએ કરી નહીં કોઈ સ્પષ્ટતા
  • કંપનીનું ફોકસ એક સફળ વેક્સીન તૈયાર કરવા પર

ભારત બાયોટેક ઈન્ટરનેશનલના કાર્યકારી નિર્દેશક સાઈ પ્રસાદે કહ્યું છે કે અત્યારે કંપની દેશના અનેક સ્થાનો પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહી છે. જો અમે પરીક્ષણમાં સફળ રહીશું તો કંપની 2021ના બીજા ત્રિમાસિકમાં તેને માર્કેટમાં લાવી શકે તેવી શક્યતા છે. કંપનીએ ત્રીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

કંપનીએ કોવૈક્સીન વેક્સીનની તૈયારીઓ કરી શરૂ

કંપનીએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વેક્સીન કોવૈક્સીનને તૈયાર કરી છે. તેઓએ કહ્યું કંપનીએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી ત્રીજા ચરણના પરીક્ષણ માટે સ્થળ પસંદગીની તૈયારી શરૂ કરી છે. 

350-400 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

પ્રસાદે કહ્યું છે કે 13-14 રાજ્યોમાં 25-30 સ્થળો પર આ વેક્સીનનું પરીક્ષણ કરાશે. તેમાં એક હોસ્પિટલના લગભગ 2000 લોકોને પણ સામેલ કરાશે. વેક્સીનના વિકાસ અને નવી સુવિધાઓ માટે લગભગ 350-400 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. આ સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે વેક્સીનની કિંમત અત્યારે નક્કી કરાઈ નથી. કેમકે કંપની હજુ પણ ઉત્પાદનના વિકાસના ખર્ચને અંદાજી રહી છે. અમારું ધ્યાન અત્યારે સાઈટ પર સફળતાપૂર્વક ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરવાનું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ