બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાન પર હુમલો કર્યો તે અમેરિકાનું B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટ કેટલું ખતરનાક?, જાણો કિંમતથી લઈ તમામ ડિટેઈલ

ખાસિયત / ઈરાન પર હુમલો કર્યો તે અમેરિકાનું B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટ કેટલું ખતરનાક?, જાણો કિંમતથી લઈ તમામ ડિટેઈલ

Published By: Jay Bhatt

Last Updated: 03:32 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

B-2 Spirit Stealth Bombers: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઝંપલાવ્યું છે અને ઈરાનના પરમાણું સ્થળોને નષ્ટ કરી નાખ્યો છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવામાં અમેરિકાએ B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો. ચાલો જાણીએ B-2 સ્ટીલ્થ બોમ્બર કેટલું ખતરનાક છે અને તેમની ક્ષમતાથી લઈને કિંમત સુધીની તમામ ડિટેઈલ...

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા જોડાશે કે નહીં તેવી ચર્ચા ચાલી રહી હતી. જો કે આ આશંકા સાચી પડી હતી અને અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાના આ પગલાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધી શકે છે. આ હુમલા અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ઈરાનના પરમાણુ સ્થળો ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કરવા માટે B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેણે ફોર્ડોમાં ઈરાનના પરમાણુ મથકને નષ્ટ કરી નાખ્યા હતા.'

શું છે B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટ?

B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટ એ US એરફોર્સમાં એક અનોખું હથિયાર છે, જે ત્રણ દાયકાથી અમેરિકન સ્ટીલ્થ ટેકનોલોજીનો આધાર રહ્યું છે. 1989માં તેની પ્રથમ ઉડાનથી, આ એરક્રાફ્ટ વિશ્વના સૌથી લાંબા સમય સુધી સંચાલિત એરક્રાફ્ટોમાંનું એક રહ્યું છે. B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટમાં દુશ્મનના એર ડિફેન્સને સટીક નિશાન લગાવવાની અદ્ભુત ક્ષમતા છે. આ B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટ નોર્થ્રોપ ગ્રુમેન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.

સરળતાથી ટ્રેક કરી શકાતું નથી

B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટની ખાસિયત એ છે કે તેને સરળતાથી ટ્રેક કરી શકાતું નથી. ઉપરાંત, તે ખૂબ જ ઊંચાઈએ ઉડી શકે છે, જેના કારણે હવાઈ સંરક્ષણ માટે તેમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટને અત્યાધુનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના કારણે રડાર સિસ્ટમ તેને શોધી શકતી નથી.

vtv app add

એરક્રાફટની ખાસ બનાવટ

તેની ખાસ બનાવટ અને વિંગની ડિઝાઇન અને ખૂબ જ ઓછી ઇન્ફ્રારેડને કારણે, તે ફક્ત 0.001 ચોરસ મીટરનો રડાર ક્રોસ સેક્શન બનાવે છે, જે એક નાના પક્ષી જેટલો છે. આ જ કારણ છે કે જ્યારે તે દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશીને દુશ્મનના ઠેકાણાઓ પર સટીકથી હુમલો કરવાની વાત આવે છે, ત્યારે B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફટનો કોઈ મુકાબલો નથી. તે એક જ વારમાં 6 હજાર નોટિકલ માઇલનું અંતર કાપી શકે છે.

કેટલો ભાર વહન કરી શકે?

B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટનું કદ નાનુ હોવા છતાં તેની ક્ષમતા અજોડ છે. તે 20 ટન સુધીનો ભાર વહન કરી શકે છે. આ કારણે, તે એક મિશન દરમિયાન બે GBU-57 MOP જેટલું વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, તે 80 MK 82 બોમ્બ, 16 JDMA અથવા 16 પરમાણુ B61/B83 બોમ્બ વહન કરી શકે તેટલું છે.

શા માટે ઉપયોગ કરવામાં આવ્યો?

ઇઝરાયલે ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો, પરંતુ ઇરાનના પરમાણુ સ્થળો ભૂગર્ભમાં છે, તેથી ઇઝરાયલી હુમલામાં તેમને વધારે નુકસાન થયું ન હતું. ઇઝરાયલ પાસે એવા હથિયારો નથી જે ભૂગર્ભમાં રહેલા ઠેકાણઓને નષ્ટ કરવામાં સક્ષમ હોય, આ માટે અમેરિકાએ તેના સૌથી ખાસ હથિયારોમાંથી એક, B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાઈફ્ટ સાથે ઈરાનમાં ઘૂસી ગયું અને તેમાંથી 30,000 પાઉન્ડના મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર અથવા બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જે ભૂગર્ભમાં પણ મોટા પાયે વિનાશ કરવાની શક્તિ ધરાવે છે. ફોર્ડો ખાતે ભૂગર્ભ પરમાણુ માળખાને નષ્ટ કરવા માટે બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : એક સમયે મજબૂત સંબંધ ધરાવતા અમેરિકા-ઈરાન કેવી રીતે બન્યા 'કટ્ટર દુશ્મન'?, જાણો ઈતિહાસ

એરક્રાફ્ટને બનાવવાનો ખર્ચ કેટલો?

હવે વાત કરીએ તો B-2 સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટની કિંમત વિશે, જે અમેરિકાના સૌથી મોંઘા હથિયારોમાંનું એક છે, તો આવી ક્ષમતા માટે ઘણા પૈસાની જરૂર પડે છે, આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દરેક B-2 વિમાનની કિંમત 2.2 બિલિયન અમેરિકન ડૉલર (લગભગ રૂપિયા 19000 કરોડ)થી વધુ છે. આ રીતે, તે સૌથી મોંઘુ લશ્કરી એરક્રાફ્ટ છે. એક વાર રિફ્યુઅલિંગ કર્યા પછી, આ બોમ્બર 6 હજાર નોટિકલ માઇલ ઉડી શકે છે. આ બોમ્બર હવામાં રિફ્યુઅલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ રીતે, તે વિશ્વના કોઈપણ સ્થાનને નિશાન બનાવી શકે છે.

વધુ વાંચો : પાયલોટનો છેલ્લો મેસેજ આવ્યો સામે, કહ્યું એવું કે વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

અંદરથી સેટઅપ કેવું હોય છે?

આ સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટના કોકપીટમાં એક નાનું રેફ્રિજરેટર અને ઓવન લગાવવામાં આવ્યું છે, જેથી પાઇલટ સરળતાથી પોતાનો ખોરાક ગરમ કરી શકે. આ સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટને ઉડાડવા માટે ઓછામાં ઓછા 2 પાઇલટની જરૂર પડે છે.

એરક્રાફ્ટમાં શૌચાલયની પણ સુવિધા

આ એરક્રાફ્ટમાં સૂવા માટે એક જગ્યા બનાવવામાં આવી છે, જ્યાં પાઇલટ સરળતાથી સૂઈ શકે છે. ઉપરાંત, એક શૌચાલય પણ બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પાઇલટ્સ દ્વારા કરવામાં આવે છે. પ્લેનની સીટ આરામદાયક બનાવવામાં આવી છે, જેથી પાઇલટ તેને લાંબા અંતર સુધી સરળતાથી ઉડાડી શકે. આ સ્ટીલ્થ બોમ્બર એરક્રાફ્ટનું સૌપ્રથમ પરીક્ષણ 1989માં કરવામાં આવ્યું હતું.

શું છે બંકર બસ્ટર બોમ્બ?

બંકર બસ્ટર્સ અત્યંત શક્તિશાળી વિસ્ફોટકો છે જે જમીનમાં ઊંડે સુધી પહોંચીને સખત નુક્સાન પહોંચાડી શકે છે. આ બંકર બસ્ટર્સનો ઉપયોગ સામાન્ય રીતે બંકરોને નષ્ટ કરવા માટે થાય છે. આ GPS માર્ગદર્શિત બોમ્બનો ઉપયોગ અત્યંત સુરક્ષિત માનવામાં આવતા સ્થળોને નિશાન બનાવવા માટે થાય છે. આ દરેક બંકર બોમ્બની કિંમત લગભગ 20 મિલિયન અમેરિકન ડૉલર (લગભગ 173 કરોડ રુપિયા) છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iran israel conflict B-2 Spirit Stealth Bombers us attacks iran

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ