ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હોલીવુડના સૌથી મોટા ડાયરેક્ટર્સમાંથી એક જેમ્સ કૈમરને ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ફિલ્મોના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'અવતાર' બાદ હવે જેમ્સે તેની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' બનાવી છે. શુક્રવારે 'અવતાર 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને પહેલા જ દિવસથી વિશ્વભરમાં તેનો ક્રેઝ જોવા લાયક છે.
'અવતાર 2' થઈ રહ્યા છે ખૂબ જ વખાણ
2009માં 'અવતાર'એ સ્ક્રીન પર પાંડોરાની કાલ્પનિક દુનિયાને એવી ભવ્ય શૈલીમાં રજૂ કરી કે લોકો જોતા જ રહી ગયા. 13 વર્ષ પછી લોકો ફરી એક વાર પાંડોરાને સ્ક્રીન પર જોઈ રહ્યા છે અને ફિલ્મને જે પ્રકારના રિવ્યુ મળ્યા છે, તેના પરથી લાગે છે કે ફેન્સને લાંબી રાહનું સંપૂર્ણ ફળ મળ્યું છે. ક્રિટિક્સ તરફથી 'અવતાર 2'ને ખૂબ વખાણ મળી રહ્યા છે, જે લોકો પહેલા જ દિવસે ફિલ્મને જોઈ ચૂક્યા છે તેમણે પણ ટ્વિટર પર ઘણો માહોલ બનાવ્યો છે. ભારતમાં આ વાતાવરણનો ફાયદો 'અવતાર 2'ના બિઝનેસને ખૂબ મળી રહ્યો છે.
ADVERTISEMENT
'અવતાર 2'એ શનિવારે કરી શાનદાર કમાણી
શુક્રવારે ફિલ્મે 41 કરોડના કલેક્શન સાથે શાનદાર ઓપનિંગ કર્યું હતું. આ કમાણી સાથે 'અવતાર 2' ભારતમાં બીજી સૌથી મોટી ઓપનિંગ કરનાર હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. શનિવારના બોક્સ ઓફિસના રિપોર્ટ્સ ઈશારો કરી રહ્યા છે કે 'અવતાર: ધ વે ઓફ વોટર', જેને 'અવતાર 2' કહેવામાં આવી રહી છે, તેણે બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો. શરૂઆતના અનુમાન મુજબ બીજા દિવસે ફિલ્મનું કલેક્શન 45થી 47 કરોડ રૂપિયાની વચ્ચે પહોંચી ગયું છે. એટલે કે જ્યારે ફાઈનલ આંકડાઓ આવશે ત્યારે 'અવતાર 2'નું બે દિવસનું કલેક્શન 90 કરોડની ખૂબ નજીક જોવા મળશે.
બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર
'અવતાર 2' એક શાનદાર વિઝ્યુઅલવાળી ફિલ્મ છે અને તેને સ્ક્રીન પર જોવાની સૌથી વધુ મજા આવે. પરંતુ જે રીતે તેની ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે, ખાસ કરીને 3D અને IMAXમાં, એ રીતે તમારી પસંદગીની સીટ બુક કરવી એ એક ચેલેન્જ બની ગયો છે. આમાં આશ્ચર્યની વાત એ છે કે 'અવતાર 2' એ પહેલા જ દિવસે 52 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. શનિવાર બાદ ફિલ્મનું ગ્રોસ કલેક્શન માત્ર 2 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે.
ADVERTISEMENT
બોક્સ ઓફિસ પર પહેલો વીકેન્ડ જોરદાર રહેશે
'અવતાર 2' જે સ્પીડે કમાણી કરી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે બોક્સ ઓફિસ પર તેનો પહેલો વીકેન્ડ જોરદાર રહેવાનો છે. એવો અંદાજ છે કે 'અવતાર 2'નું નેટ કલેક્શન પહેલા ત્રણ દિવસમાં એટલે કે પહેલા વીકએન્ડમાં 145થી 150 કરોડ સુધીનું હોઈ શકે છે. જ્યારે ગ્રોસ કલેક્શનમાં 'અવતાર 2' 150 કરોડનો આંકડો પાર કરી જશે.
સંકળાયેલા મુદ્દાઓ