ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Assault on Patidar leader Vasant Khetani: Charges against Arjun Sinh Jadeja

ખુલાસો / 'કોઇ જાગૃત નાગરિક અવાજ ઉઠાવે તો MLAનો પુત્ર અર્જુનસિંહ જાડેજા ધાક-ધમકીથી દબાવી દે છે', કચ્છના પાટીદાર અગ્રણી વસંત ખેતાણીનો ઘટસ્ફોટ

Published By: Malay

Last Updated: 02:12 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Attack On Vasant Khetani: 'MLA પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહે માણસો મોકલી હુમલો કરાવ્યો', હુમલાને લઇ વસંત ખેતાણીએ લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

  • પાટીદાર અગ્રણી વસંત ખેતાણી પર હુમલો
  • ઓફિસમાં જઈ અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો
  • વસંત ખેતાણીએ અર્જુનસિંહ જાડેજા સામે લગાવ્યા આરોપ 

Attack On Vasant Khetani: કચ્છના પાટીદાર અગ્રણી વસંત ખેતાણી પર હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. હુમલાને લઈને વસંત ખેતાણીએ અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, મેં અર્જુનસિંહ જાડેજા વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેથી અર્જુનસિંહે માણસો મોકલીને મારા પર હુમલો કરાવ્યો છે. 

અર્જુનસિંહે કરાવ્યો મારા પર હુમલોઃ વસંત ખેતાણી
પાટીદાર અગ્રણી વસંત ખેતાણીએ જણાવ્યું કે, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહે માણસો મોકલી હુમલો કરાવ્યો છે. મેં અર્જુનસિંહ જાડેજા વિરુદ્ધ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મેં રજૂઆત કરતા મારા પર હુમલો કરાયો છે. આપને જણાવી દઈએ કે, વસંત વાલજીભાઈ ખેતાણીએ થોડા દિવસ અગાઉ MLA પ્રધુમનસિંહના અર્જુનસિંહ જાડેજા પર ખનીજ ચોરીનો આક્ષેપ લગાવી લેખિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. અર્જુનસિંહ પર આક્ષેપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

અર્જુનસિંહ વિરુદ્ધ CMને કરી હતી રજૂઆત


શું છે સમગ્ર મામલો?
કચ્છમાં પાટીદાર અગ્રણી વસંત ખેતાણી પર નખત્રાણા પાસેના જડોદર ગામમાં આવેલ તેઓની ઓફિસ પર કેટલાક અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. વસંત ખેતાણી પર થયેલ હુમલાની ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ હતી.

અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો 
બે અજાણ્યા શખ્સો ધોકા લઈને તેમની ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને તેમને માર માર્યો હતો. પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાને લઈ અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Sinh Jadeja Kutch News Patidar leader Vasant Khetani અર્જુનસિંહ જાડેજા કચ્છ ન્યૂઝ પાટીદાર અગ્રણી Attack On Vasant Khetani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ