બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Apple TV Plus available in India at just 99 rupess a month
Apple TV Plus દુનિયાના 100 થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે. એક રિપોર્ટ અનુસાર, Apple TV Plus ના કૉન્ટેન્ટ લગભગ 40 ભાષાઓમાં સપોર્ટ કરશે, જેમાં કૉન્ટેન્ટને ડબ અથવા તો સબ ટાઇટલની સાથે બતાવવામાં આવશે. Apple TV Plus આઇફોન, આઇપેડ, એપલ TV, આઈપોડ ટચ, મેકની સાથે જ tv.apple.com પર અવેલેબલ છે.
ADVERTISEMENT
કિંમત:
અમેરિકામાં દર મહિને 4.99 ડૉલર અને ભારતમાં દર મહિને 99 રૂપિયા સબ્સ્ક્રિપ્શન માટે આપવાના રહેશે. બીજા વીડિયો સ્ટ્રીમિંગ એપ્સની સરખામણી કરવામાં આવે તો નેટફ્લિકસ પર સ્ટાન્ડર્ડ પ્લાન 499 રૂપિયા પ્રતિ માસ છે. તો નેટફ્લિક્સના મોબાઇલ ઓનલી પ્લાનના માટે યૂઝર્સને 199 રૂપિયા પ્રતિ માસ આપવાની પડે છે. એમેઝોન પ્રાઇમની વાત કરવામા આવે તો સબ્સ્ક્રિપ્શન ચાર્જ ભારતમાં 129 રૂપિયા પ્રતિ છે. કંપની Apple TV Plus નું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપી રહ્યુ છે, આ તે યૂઝર્સ માટે ઑફર છે જેમણે નવા આઇફોન, આઇપેડ, એપલ ટીવી, આઇપેડ ટચ અથવા તો મેક ખરીદ્યુ છે.
ADVERTISEMENT
ફ્રીમાં આ રીતે કરો સબ્સ્ક્રાઇબ:
- Apple TV Plus પર ફ્રીમાં કન્ટેન્ટ જોવા માટે યૂઝર્સ એપલ ટીવી અથવા વેબ બ્રાઉઝર પર જઇ શકે છે.
ADVERTISEMENT
- Apple TV એપ આઈફોનની સાથે જ આઈપેડ, એપલ ટીવી 4k, એપલ ટીવી HD, થર્ડ જનરેશન એપલ ટીવી ડિવાઈસ, આઈપૉડ ટચ અને મેક કૉમ્પ્યુટર્સ પર ઉપલબ્ધ છે.
એપલ ડિવાઇસ ના હોય તો આ રીતે કરો ટ્રાય:
ADVERTISEMENT
- રોકૂ ડિવાઈસ, સિલેક્ટેડ સેમસંગ સ્માર્ટ ટીવી અથવા એમેઝોન ફાયર ટીવી દ્વારા એપલ ટીવી એપને સાઇન અપ કરો.
- સિલેક્ટેડ સેમસંગ, LG અને VIZIO સ્માર્ટ ટીવી પર એપલ ટીવી+ના કનેક્ટને એક્સેસ કરવા માટે એપલની વાઇ-ફાઇ સ્ટ્રીમિંગ ટેક્નોલૉજી AirPlay 2નો ઉપયોગ કરો.
ADVERTISEMENT
- તમે સફારી, ક્રોમ અથવા ફાયરફૉક્સ બ્રાઉઝરથી tv.apple.com પર પણ જઇ શકો છો.
- એપલે કહ્યું કે, તે આગામી દિવસોમાં આ સર્વિસને અન્ય સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ બૉક્સેસ અને સ્ટ્રીમિંગ સ્ટિક્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.