બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / anti government elements attacked united nations main compound in herat afghanistan

આતંકવાદ / અફઘાનિસ્તાન સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનુ મોત

Dharmishtha

Last Updated: 10:53 AM, 31 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો છે.

  •  સરકાર વિરોધી તત્વોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો 
  •  અફઘાન પોલીસ ગાર્ડનું મોત થયુ
  •  અન્ય અધિકારી ઘાયલ થયા 

અફઘાનિસ્તાનમાં સતત હિંસાનો દોર જારી છે. તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાનમાં કહેર વર્તાવ્યો છે. હવે અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગાર્ડનું મોત થયું છે . જો કે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને તાલિબાનનું નામ નથી લીધુ અને હુમલાખોરોને સરકાર વિરોધી તત્વો ગણાવ્યા છે.

 સરકાર વિરોધી તત્વોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો 

સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને જણાવ્યું કે અફઘાનિસ્તાનના હેરાતમાં સરકાર વિરોધી તત્વોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો છે. જેના પરિણામ સ્વરુપ એક અફઘાન પોલીસ ગાર્ડનું મોત થયુ છે અને અન્ય અધિકારી ઘાયલ થયા છે.

ફાઈટરોએ અફઘાનિસ્તાનના 20 પ્રાન્તો પર મોર્ચો ખોલ્યો 

તાલિબાન ફાઈટરોએ અફઘાનિસ્તાનના 20 પ્રાન્તો પર મોર્ચો ખોલ્યો છે. કંધારમાં સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે અને હજારો લોકો શહેરમાં ફસાયેલા  હોવાનું અનુભવી રહ્યા છે જ્યારે અનેક લોકો સુરક્ષિત જગ્યાઓ  પર ચાલ્યા ગયા છે. તાલિબાન આતંકી શહેરની અંદર ઘૂસવા માટે એડી- ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ હજું સફળ નથી થઈ શક્યા. એટલા માટે આસપાસના જિલ્લામાં તેમણે કબ્જો જમાવી રાખ્યો છે.  ટોલો ન્યૂઝે જણાવ્યું તે ફરયાહ પ્રાંતમાં મૈમાના શહેરમાં અનેક ડર્ઝન રોકેટ તાલિબાને લાદ્યા છે. જેમાં અનેક સામાન્ય નાગરિકો માર્યા ગયા છે.  અફઘાન રક્ષા મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમને કહ્યું કે સેના ત્યાં સતત તાલિબાનની વિરુદ્ધ હવાઈ અને જમીની હુમલો કરી રહી છે. જ્યારે હેરાત પ્રાંતમાં ખરાબ થયેલી સ્થિતિને જોતા અધિકારીઓએ રાતે કર્ફ્યૂ લગાવ્યો છે. 

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં વસ્તુઓ અસ્ત વ્યક્ત કરી દીધી, અમે તાલિબાનના પ્રવક્તા નથી -ઈમરાન

ત્યારે તાલિબાની સાથે રાજનીતિક સમાધાન શોધવાના પ્રયાસમાં જોડાયેલા પાકિસ્તાને 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલો કરવાના ઈરાદા પર સવાલ ઉભા કર્યા છે. પીએમ ઈમરાન ખાને કહ્યુ છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં વસ્તુઓ અસ્ત વ્યક્ત કરી દીધી છે.
 
ખાને એમ પણ કહ્યું કે પાક સરકાર તાલિબાનના પ્રવક્તા નથી. એટલા માટે અફઘાનિસ્તાનમાં વિદ્રોહી જૂથની કાર્યવાહી માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. ખાને કહ્યું કે તાલિબાન જે કંઈ કરી રહ્યું છે કે નથી કરી રહ્યુ તેનો હુમલાથી કોઈ લેવા દેવા નથી. અમે ન જવાબદાર છીએ ન તાલિબાન પ્રવક્તા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ