બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / anant hegde dropped from modi ministers cabinet karnataka tweets nathuram godse

નિવેદન / શું હેક થયું હેગડેનું મંત્રી પદ? ગોડસે પર ટ્વિટ કરવું પડ્યું ભારે

vtvAdmin

Last Updated: 10:00 AM, 31 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેદ્ર મોદીની આગેવાનીમાં ગુરુવારે નવી સરકારે શપથ લીધા છે. આ વખતે કુલ 58 મંત્રીઓએ શપથ લીધા છે. જ્યારે ગત સરકાર કરતા આ વખતે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પરંતુ કેટલાક ચહેરાઓ એવા પણ છે જે નવી સરકારમાં મંત્રી બની શક્યા નથી. પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહેનારા અનંત હેગડેની મત્રીમંડળમાંથી છુટ્ટી કરવામાં આવી છે.

સંવિધાન બદલવાની વાત હોય કે ટ્વિટપર નાથૂરામ ગોડસેનું સમર્થન કરનાર અનંત હેગડેને તેમના નિવેદનો ભારે પડ્યા છે. કર્ણાટકની ઉત્તર કન્નડથી ફરીવાર ચૂંટણી જીતનાર અનંત હેગડે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિવાદીત નિવેદનો માટે જાણીતા છે. ગત સરકારમાં એમણે કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહ્યા છે. ગત સરકાર બન્યા બાદ તેમના સંવિધાન બદલવાના નિવેદને કારણે બીજેપી મુશ્કેલીમાં પડી ગઇ હતી. 

જો ચૂંટણી દરમિયાનનો જ મુદ્દો ઉઠાવીએ તો એમણે એક ટ્વિટ કર્યું હતું. પોતાના ટ્વિટમાં એમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે પર થતી ચર્ચાને સુખદ બતાવી હતી. પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા ત્ચારે પણ અનંત હેગડેએ તેમનું સમર્થન કર્યું હતું.

 

અનંત હેગડે નાથૂરામ ગોડસેને લઇને લખ્યું- 'હું ખુશ થું કે લગભગ 7 દાયકા બાદ આજની પેઢી નવા બદલાવ સાથે આ મુદ્દે ચર્ચા કરી રહી છે. આ ચર્ચાને સાંભળી નાથૂરામ ગોડસેને સારું લાગી રહ્યું હશે'. જોકે વિવાદ બાદ એમણે કહ્યું હતું કે એમનું એકાઉન્ટ હેક થઇ ગયું હતું. 

પરંતુ લાગે છે કે તેમના આ નિવેદન જ મુશ્કેલીનું કારણ બન્યા છે. વડાપ્રધાન નરેદ્ર મોદીએ જીત બાદ સંદેશ આપ્યો હતો કે આ વખતે જે પણ બેફામ નિવેદન કરનાર નેતા છે, એમણે ધ્યાન આપવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં કેટલાક એવા નમૂના છે, જે સવારે-સવારે ઉઠી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ