બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli MP Naran Kachdia questioned the contractor

ચર્ચા / 'મારો લેટર આવશે પછી તમે ભલામણ કરશો તો પણ મેળ નહીં પડે' અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા

Kishor

Last Updated: 11:56 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે કોન્ટ્રાક્ટરને ખખડાવી નાખ્યા હતા.

  • અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો વધુ એક વીડિયો સામે આવ્યો
  • સાંસદ કાછડીયાએ રોડના કામ બાબતે કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા
  • તમે મને મારો રોડ કરી આપો નહીંતર તમારા કામ અટકાવી દઈશ- કાછડીયા

અમરેલીના સાંસદ નારણ કાછડીયા વધુ એક વખત ચર્ચાની એરણે ચડયા છે. કારણ કે આ વખતે સાંસદ કાછડીયાએ રોડના કામ બાબતે કોન્ટ્રાક્ટરને ખખડાવી નાખ્યાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.કાછડીયાએ કહ્યું કે તમે મને મારો રોડ કરી આપો નહીંતર હું તમારા કામ અટકાવી દઈશ. વધુમાં તેઓએ કહ્યું કે તમારું શેલણાનું કામ ચાલે છે ત્યાં માથે ઊભો રહીને લેટર આપી દઈશ.

"તમારું શેલણાનું કામ ચાલે છે ત્યાં માથે ઊભો રહીને લેટર આપી દઈશ

અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ દાટી મારતા એમ પણ કહ્યું હતું કે મારો લેટર આવશે પછી તમે ભલામણ કરશો તો પણ મેળ નહીં પડે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને લોકોમાં પણ તરહતરહની ચર્ચા જાગી છે. અહીં ખાસ વાત એ પણ છે કે થોડા દિવસ અગાઉ જ સાંસદ નારણ કાછડીયાનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ વધુ એક વાયરલ વીડિયો શહેરના ચોરેનેચોકે ચર્ચાઈ છે.

ગત સપ્તાહમાં એક ઓડિયો સામેં આવ્યો હતો. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો પાલિકા ઉપપ્રમુખને ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો.  ભાજપ સાંસદ નારણ કાછડિયા સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને કહી રહ્યા હતા કે પાલિકામાં કથા કન્સ્ટ્રક્શન મારા જમાઇનું છે. જો એની સામે કંઈ થયું તો હું જરાય ઓછો નહીં ઉતરું. ડી.કે. તો મરી ગયો છે અને તારું રાજકારણ નાનું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ