ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
Hawaii Wildfires: અમેરિકાના હવાઈમાં જંગલોમાં લાગેલી આગ વધુ વિકરાળ બની રહી છે. માઉઈ દ્વીપ પર આવેલું આખું લહાનિયા શહેર આ આગની ઝપેટમાં આવી ગયું છે. અમેરિકાના 100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી ભયંકર આગ છે, જેમાં 89 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
150 વર્ષ જૂના વડના ઝાડ પર સંકટ
લહાનિયાના જંગલોમાં લાગેલી આગમાં ક્યાંક કોઈ ફસાયું તો નથીને તે જાણવા માટે ઈમરજન્સી ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. આ સાથે જ અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઐતિહાસિક રિસોર્ટ શહેરમાં આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ. માઉઈના હવાઈ દ્વીપમાં લગેલી જંગલની આ આગમાં ભારતથી મોકલવામાં આવેલું લગભગ 150 વર્ષ જૂનું વડનું ઝાડ પણ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે.
'મને લાગતું હતું કે હવે હું નહીં બચું'
આ આગમાં બચી ગયેલા એક શખ્સે ભયાનક સ્થિતિ વર્ણવી. તેણે કહ્યું કે, તે જ્યારે તેની પત્નીની સાથે વેનની પાછળ ઊભો હતો. ત્યારે જ આગની જ્વાળાઓ અને શ્વાસ રૂંધાય એવા કાળા ધુમાડાએ તેમને ઘેરી લીધા. આ દરમિયાન લોકો ભાગદોડ કરી રહ્યા હતા અને બૂમાબૂમ કરી રહ્યા હતા. આ વચ્ચે બ્લાસ્ટનો જોરદાર અવાજ સંભળાયો. તેણે કહ્યું કે, 'આ દરમિયાન મેં સૌથી પહેલા મારી માતા સાથે ફોન પર વાચચીત કરી. અને ત્યાર બાદ મેં મારા ભાઈ અને મારી દીકરી સાથે વાતચીત કરી. એવું લાગી રહ્યું હતું કે હવે અમે બચીશું નહીં.'
ADVERTISEMENT
મૃતકોની સંખ્યા 89 થઈ
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે માઉઈ જંગલમાં લાગેલી આગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે વધીને 89 થઈ ગઈ છે. અમેરિકાના 100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી ભયાનક કુદરતી આફત સાબિત થઈ છે. આ પહેલા હવાઈના અમેરિકી રાજ્ય બન્યા બાદ વર્ષ 1960માં આવેલી સુનામીમાં 61 લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT
આખું શહેર બળીને ખાખ
આગને કારણે ઐતિહાસિક રિસોર્ટ શહેર બળીને ખાખ થઈ ગયું છે. મોટી-મોટી બિલ્ડિંગો તેની ઝપેટમાં આવી ગઈ છે. યુ.એસ. ઇમરજન્સી સર્વિસીસ એજન્સી (FEMA) અનુસાર, લહાનિયાના રિનોવેશનનો ખર્ચ લગભગ 5.5 બિલિયન ડોલરનો આંકવામાં આવ્યો છે, 2,100 એકરથી વધુ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો