મારા ઘરમાં તમે રબર બેન્ડનનો ઉપયોગ તો કરતાં જ હશો. આ રબર બેન્ડને કાગળ પર વીંટાળવા સિવાય પણ તેના અનેક અલગ ઉપયોગ છે. જેને તમે રોજિંદી લાઇફમાં યૂઝ કરી શકો છો. નાના બાળકો લિક્વિડ સોપનો વધારે યૂઝ કરતાં હોય તો તેને અટકાવવામાં, બેંગર પરથી કપડાં પડી જતાં અટકાવવામાં પણ રબર બેન્ડ જરૂરી છે. તે મતારું કામ સરળ કરે છે. આજે અમે આપને માટે રબર બેન્ડના આવા જ કેટલાક યૂઝ લાવ્યા છીએ.
રબર બેન્ડના આ યૂઝ નહીં જાણતા હોવ તમે
કામની છે આ ખાસ ટ્રિક્સ અને ટિપ્સ
ઘરના આ કામમાં મદદ કરશે રબર બેન્ડની આ ટિપ્સ
સફરજનને મનપસંદ સ્લાઇસમાં કાપી લો. હવે તેને ફરી ભેગી કરીને એપલ બનાવો. તેની પર રબર બેન્ડ લગાવી લો. તે કાળું નહીં પડે.
બુક્સને બેગમાં સેફ રાખવા માટે તેના ખુલ્લા ભાગ પર ઊભું રબર બેન્ડ લગાવો. બેગમાં તે ખુલશે નહીં અને ખરાબ થશે નહીં.
રિબિનના કે ઇલેસ્ટિકના રોલ્સ વારેઘડી ખુલી જતા હોય તો તેની પર પણ રબર બેન્ડ લગાવી શકો છો.
આંગળી પર રબર બેન્ડના આંટા મારી ફિટ કરી લો. તેને તમે પેન્સિલથી લખ્યા બાદ ઇરેઝરના રૂપમાં પણ યૂઝ કરી શકો છો.
નોનસ્ટિકના ઢાંકણાના નોબ પર રબર લગાવો અને તેને હાંડીની સાથે ફિક્સ કરો. આવું જ બીજી બાજુ પણ બીજા રબરથી કરો. તેનાથી ઢાંકણું હલશે નહીં.
બાળકો વધારે લિક્વિડ સોપ યૂઝ કરી રહ્યા છે અને તે વેસ્ટ થાય છે તો તેના પંપ પર રબર બેન્ડ લગાવી દો. તેનાથી વધારે સોપ યૂઝ થતો અટકાવી શકાય છે.
હેંગરના બંને છેડે રબર બેન્ડ લગાવો. તેનાથી શર્ટ કે ટી શર્ટ તેની પરથી નીચે પડશે નહીં.
તમારા પેન્ટની સાઇઝને વધારવી છે તો તેના બટન પર રબર લગાવીને તેને ગાજમાં ફસાવી લો. અને ફરી તેને બટન પર ફસાવો.
જો ઘરમાં એકસરખા કલરના ગ્લાસ છે તો તમે તેની પર અલગ અલગ કલરના રબર લગાવી લો. તે તમને યાદ રાખવામાં મદદ કરે છે.
તમારા કેબલ, ચાર્જર કે ઇયર ફોનને સારી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં રબર તમારી મદદ કરે છે. તેને વાળીને તેની પર રબર બેન્ડ લગાવો.
દરવાજામાં નોબ લોક હોય તો તેને અટકાવી રાખવા અંદરની તરફના નોબ પર રબર લગાવો અને તેને બહારની સાઇડ પર ફરી લગાવો. તેનાથી દરવાજો બંધ થશે પણ લોક નહીં થાય.
કલરના ડબ્બામાં બ્રશ અંદર જતું રહેતું હોય તો ડબ્બા પર ઊભા ભાગમાં રબર લગાવો અને પછી બ્રશ રાખો. તે અટકી રહેશે.તેની પર બ્રશ ઘસવાથી વધારાનો કલર પણ નીકળી જશે.