બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amarinder Singh likely to replace Bhagat Singh Koshyari as Maharashtra Governor

રાજનીતિ / પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદરને મોટો હોદ્દો આપવાની તૈયારીમાં મોદી સરકાર, સૂત્રોનો મોટો દાવો

Hiralal

Last Updated: 06:02 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહની નિમણૂંક કરે તેવી સંભાવના છે.

  • પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ મહારાષ્ટ્રના રાજ્યપાલ બની શકે 
  • ભગત સિંહ કોશ્યારીએ હોદ્દો છોડવા માગે છે
  • સત્તાવાર જાહેરાત બાકી પણ સૂત્રોએ કર્યો છે મોટો દાવો
  • કેપ્ટન અમરિન્દર મૂળ કોંગ્રેસના, રહી ચૂક્યા છે પંજાબના સીએમ 

2021માં કોંગ્રેસ છોડીને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરનાર અને સપ્ટેમ્બર 2022માં પાર્ટીનો ભાજપમાં વિલય કરી નાખનાર પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. હાલના મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ આવા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે અમરિંદર સિંહના એક નજીકના સહયોગીએ કહ્યું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.

2021માં કોંગ્રેસ છોડીને બનાવી નવી પાર્ટી, પછીથી ભાજપમાં કર્યો વિલય
પૂર્વ પંજાબ અમરિંદર સિંહે 2021માં કોંગ્રેસ છોડી દીધી હતી અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. સપ્ટેમ્બર 2022 માં, તેમણે તેમની પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી. હવે જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બની શકે છે.

રાજ્યપાલ કોશિયારી રાજ્યપાલ રહેવા નથી માગતા 
ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા કોશ્યારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેમણે આ પદ છોડવાની ઇચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવી હતી, જેઓ હાલમાં જ મુંબઇની મુલાકાતે આવ્યા હતા. જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.સપ્ટેમ્બર 2019માં રાજ્યપાલનો કાર્યભાર સંભાળનાર કોશ્યારી પર તત્કાલીન મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે આરોપ લગાવ્યો હતો. ગઠબંધન સરકારે વારંવાર તેમને હટાવવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રની મૂર્તિઓનું અપમાન કરવા અને ઇતિહાસને વિકૃત કરવા બદલ વિરોધી પક્ષો દ્વારા પણ તેમની ટીકા કરવામાં આવી છે. કોશિયારીનું છત્રપતિ શિવાજી મહારાજ પરનું નિવેદન પણ વિવાદાસ્પાદ બન્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ