ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / લોન્ચ થયું 8000mAh બેટરીવાળું સસ્તું ટેબલેટ, Ai Plus Pulse Tabની કિંમત છે આટલી

ટેક / લોન્ચ થયું 8000mAh બેટરીવાળું સસ્તું ટેબલેટ, Ai Plus Pulse Tabની કિંમત છે આટલી

Published By: Nirav Kumar

Last Updated: 01:36 AM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં Ai Plus Pulse Tab ટેબ્લેટ લોન્ચ થયું છે. આ ટેબ્લેટમાં 8000 mAh બેટરી છે. જેની કિંમત પણ સાવ ઓછી છે. ચાલો તેના ફીચર્સ વિષે જાણીએ.

ADVERTISEMENT

Ai Plus Pulse Tab ભારતમાં Ai+ ના પહેલા ટેબ્લેટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું એન્ડ્રોઇડ ટેબ્લેટ Ai+ Nova Flip 5G અને Ai+ Nova 2 5G કેટેગરીમાં જોડાય છે. તેની મુખ્ય વિશેષતાઓમાં બે કલર ઓપ્શન, મોટી 8000 mAh બેટરી અને મીડિયાટેક પ્રોસેસરનો સમાવેશ થાય છે. જે બજેટ સેગમેન્ટમાં સ્થિત છે. Wi-Fi અને 4G LTE કનેક્ટિવિટી સાથે આ ટેબ્લેટમાં શાનદાર અવાજ માટે ક્વોડ સ્પીકર્સ છે. ચાલો આ ટેબ્લેટની કિંમત અને ફીચર્સ વિષે જાણીએ.

vtv app promotion
  • Ai Plus Pulse Tab ભારતમાં કિંમત

આ એન્ડ્રોઇડ ટેબ્લેટના 6GB RAM અને 128GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. આ ટેબ્લેટનું વેચાણ આવતા મહિને મે મહિનામાં, Flipkart અને પસંદગીના રિટેલ આઉટલેટ્સ પર શરૂ થશે. આ કિંમત કેટેગરીમાં આ એન્ડ્રોઇડ ટેબ્લેટ Realme Pad 2 Lite, Vivo Y90 અને Huawei MatePad T8 જેવા મોડેલો સાથે સ્પર્ધા કરશે.

વધુ વાંચો : WhatsAppના ઇતિહાસમાં સૌથી મોટું અપડેટ, હવે નંબર વગર પણ કરી શકશો ચેટિંગ

  • Ai Plus Pulse Tab સ્પેસીફીકેશન

આ ટેબ્લેટમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 10.95-ઇંચ ફુલ HD રિઝોલ્યુશન ડિસ્પ્લે આવે છે અને તે 400 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ટેબ્લેટ ઓક્ટા-કોર MediaTek Helio G88 ચિપસેટનો ઉપયોગ કરે છે. આ એન્ડ્રોઇડ ટેબ્લેટમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. આ ટેબ્લેટમાં 13-મેગાપિક્સલનો રીઅર કેમેરા સેન્સર અને સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર આવે છે. આ ટેબ્લેટને પાવર આપતી પાવરફુલ 8000 mAh બેટરી આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Launched Tablet Ai Plus Pulse Tab

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ