બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / Cricket / Ahmedabad to set to feature in ipl 2021 and motera is ninth venue

સ્પોર્ટ્સ / IPLમાં નવી ટીમ અમદાવાદનું નામ થઈ ગયું નક્કી, પહેલાં ગુજરાતનું આ શહેર રમી ચૂક્યું છે

Parth

Last Updated: 04:24 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હવે ગુજરાતીઓનો ડંકો વાગશે, કારણ કે આવતા વર્ષથી હવે અમદાવાદની પણ એક ટીમ ટૂર્નામેન્ટમાં રમશે અને તેના પર મહોર વાગી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

  • નવી ટીમ માટે અમદાવાદનું નામ ફાઈનલ 
  • મોટેરા સ્ટેડીયમ બનશે IPLનું નવમું વેન્યુ 
  • આ પહેલા ગુજરાત લાયન્સ નામક ટીમને મળી હતી તક 

વર્ષ 2021માં આઈપીએલમાં હવે આઠ નહીં દસ ટીમો રમતી દેખાશે.  ભારતીય ક્રિકેટ બોર્ડની બેઠકમાં બે નવી ટીમોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  કોરોના વાયરસ મહામારી વચ્ચે આ વર્ષે ભારતની બહાર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઈપીએલમાં નવી બે ટીમોને સામેલ કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે ઘણા બધા લોકો પોતાની ટીમ માટે આગળ દેખાઈ રહ્યા છે પરંતુ સૂત્રો અનુસાર અમદાવાદનું નામ નક્કી મનાઈ રહ્યું છે. અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ સ્ટેડીયમ એટલે કે મોટેરા સ્ટેડીયમ હવે IPLનું નવમું વેન્યુ હશે. 

અમદાવાદ સિવાય બીજી કઈ ટીમને લેવી તેના પર હજુ વિચાર ચાલી રહ્યો છે જેમાં કાનપુર અને લખનૌનું નામ સૌથી વધારે ચર્ચામાં દેખાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર અદાણીએ પોતાની ટીમ બનાવવા માટે રૂચી દર્શાવી છે આ સિવાય હિરો અને ગોયનકા પણ પોતાની એક ટીમ ખરીદવા માંગે છે. 

નોંધનીય છે કે આ પહેલા પણ ગુજરાતની એક ટીમ આઈપીએલમાં રમી ચુકી છે. વર્ષ 2016માં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને બેન કરી દેવામાં આવી હતી ત્યારે રાજકોટને પોતાની ટીમ બનાવવા માટે મોકો આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાત લાયન્સ ટીમ બની હતી અને સુરેશ રૈના તેના કેપ્ટન હતા. 

નોંધનીય છે કે અમદાવાદમાં હાલમાં જ નવું મોટેરા સ્ટેડીયમ બનાવવામાં આવ્યું છે જેમાં એક લાખથી વધુ દર્શકો એક સાથે બેસી શકે છે. આ મેદાનમાં વરસાદની પણ વધારે સમસ્યા નથી કારણ કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ