ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / According to the Money Laundering Act now a crime will be registered against CA and CS also.

એક્શન / બિનહિસાબી આવકને છૂપાવતા વ્યવસાયિકો સાવધાન: નહીં તો થશે 7 વર્ષની જેલ, સરકારે પરિપત્ર કર્યો જાહેર

Published By: Malay

Last Updated: 09:23 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિનહિસાબી આવકને છૂપાવતા વ્યવસાયિકો સામે સરકારની તવાઈ, મની લોન્ડરિંગ એક્ટ મુજબ હવે CA અને CS સામે પણ નોંધાશે ગુનો. સરકારે મની લોન્ડરિંગ એક્ટમાં કર્યા કેટલાક ફેરફારો.

ADVERTISEMENT

 

  • CA, CS સામે પણ નોંધાશે ગુનો
  • બિનહિસાબી આવકને છૂપાવનારા ગુનેગાર ગણાશે
  • મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી

દેશમાં કાળા નાણાને રોકવા માટે સરકારે મની લોન્ડરિંગ એક્ટમાં કેટલાક ફેરફારો કર્યા છે. જેથી કરીને પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ માટે થતી ડીલ દ્વારા કાળી કમાણી કરનારાઓ પર લગામ લગાવી શકાય. નાણા મંત્રાલય દ્વારા પોતાના ગ્રાહકો વતી નાણાકીય લેવડદેવડ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઓ અને કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સને મની લોન્ડરિંગ એક્ટના દાયરામાં લાવવામાં આવ્યા છે. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની જેલની સજાને પાત્ર ગણતો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. 

ગેરકાયદેસર કમાણીને સગેવગે કરવામાં મદદ કરનાર પણ ગુનેગાર
ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસિસ, રેવન્યુ સર્વિસિસ સહિતના અધિકારીઓ, રાજકારણીઓ કે પછી કોઈ મોટા વેપારીઓ વતી સ્થાવર મિલકતની ખરીદી કે વેચાણ કરનાર અથવા તેમના બિઝનેસનું મેનેજમેન્ટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી કે પછી કોસ્ટ એકાઉન્ટન્ટની પ્રવૃત્તિને પ્રીવિન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાત વર્ષની જેલની સજાને પાત્ર ગણતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ ગેરકાયદેસર કમાણીને સગેવગે કરવામાં મદદદ કરનારને પણ તેને માટે ગુનેગાર ગણવામાં આવશે. 

7 વર્ષ સુધીની ફટકારાશે જેલની સજા
બિનહિસાબી આવકને છૂપાવતા વ્યવસાયિકો સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધાશે. બિનહિસાબી આવકને છૂપાવી આપતા વ્યવસાયિકો ગુનેગાર ગણાશે. ગુનાગારોને 7 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવશે. આ સજા  પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફટકારવામાં આવશે.

તિહાડ જેલ: કયો કેદી ક્યાં રહેશે? જાણો કેવી રીતે થાય છે નક્કી? ગુનેગારોને  અપાય છે આ સુવિધા | Tihar Jail This is how it is decided which prisoner will  stay where Prisoners
પ્રતિકાત્મક તસવીર

મની લોન્ડરિંગ એક્ટમાં કેટલાક ફેરફારા કરાયા 
પરિપત્ર મુજબ, કોઈ ધંધાદારીવતીથી કંપનીઓના કામકામજનું મેનેજમેન્ટ કરવાની એટલે કે તેનનો વહીવટ સંભાળવાની કામગીરીને, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ કંપની કે પછી ટ્રસ્ટ વતીથી મિલકતની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃતિને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સજાને પાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. આ માટે મની લોન્ડરિંગની એક્ટ હેઠળની વ્યાખ્યામાં કેટલાક ફેરફારો કરાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CA અને CS સામે ગુનો CS Money Laundering Act મની લોન્ડરિંગ સરકારનો પરિપત્ર સાવધાન Money Laundering Act

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ