બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / સુરત / Accident near Asrama village of Mangarol

અકસ્માત / સુરતના યુવાનોને બર્થડે પાર્ટી મોંઘી પડી! ઘરે પરત ફરતી વેળાએ પુલ પરથી બાઇક કીમ નદીમાં ખાબકતા 2નાં મોત

Malay

Last Updated: 10:02 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગરોળના આસરમા નજીક કીમ નદીના પુલ ઉપરથી બાઇક સાથે નીચે પડકાતા 2 યુવકોના મોત થયા છે. હાલ માંગરોળ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

  • માંગરોળના આસરમા ગામ નજીક અકસ્માત
  • બર્થડે પાર્ટીમાં ગયેલા યુવાનોને નડ્યો અકસ્માત 
  • કીમ નદીના પુલ પરથી નીચે પટકાતા બે યુવકોના મોત

કીમ નદીના પુલ પરથી નીચે પટકાતા માંગરોળના બોરસરા ગામના બે યુવકોના મોત થયા છે. બે યુવકના મોતથી બોરસરા ગામમાં શોક માહોલ સર્જાયો છે. તો પરિવારમાં પણ ગમગીની છવાઈ છે. માંગરોળ પોલીસે ઘટના પહોંચીને બંને યુવકોના મૃતદેહ કબજે લીધા છે.

બર્થ ડે પાર્ટીમાંથી ઘરે પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામના નવાપરા ફળીયા ખાતે રહેતા રોહિત વસાવા અને યોગેશ રાઠોડ નામના બે મિત્રો બાઈક પર માંગરોળના ધોળીકુઈ ગામે મિત્રના જન્મદિવસની પાર્ટીમાં આવ્યા હતા. જે બાદ બંને રાત્રે 8 વાગ્યે ધોળીકુઈ ગામથી બોરસરા જવા નીકળ્યા હતા. આ દરમિયાન આસરમા ગામ નજીક તેમને અકસ્માત નડ્યો હતો.

સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બાઇક સાથે પડ્યા નદીમાં
આસરમાની કીમ નદી પાસે તેમની બાઈક ડિવાઈડર સાથે અથડાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંને યુવકો બાઇક સાથે કીમ નદીમાં પડ્યા હતા. આ અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જે બાદ રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ પોલીસે કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. આજે સવારે ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા અને બાવલિયાળી નજીક શ્રમિકો ભરેલી તુફાન ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 20 લોકોને સામાન્ય ઈજા અને 5 લોકોને ગંભીર ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુફાનમાં 10 બાળકો સહિત 32 લોકો સવાર હતા. જેમાંથી 10 જેટલા લોકો તુફાન ગાડીની છત પર બેઠા હતા. હાલ તો ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ