બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Abortion allowed to 27 weeks pregnant": SC's major decios in post-rape abortion case

BIG NEWS / સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી, કહ્યું 'બાળક જીવિત રહે તો...'

Megha

Last Updated: 12:37 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court: દુષ્કર્મ પીડિતાના એબોર્શન કરાવવાની અરજીના કેસમાં સુપ્રીમકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે: SC

  • સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી
  • 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ અરજી કરી હતી 
  • આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે: SC

Supreme Court: સુપ્રીમ કોર્ટે (Supreme Court) દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે. 

મેડિકલ બોર્ડનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર - મહિલાનો ગર્ભપાત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે તબીબી પ્રક્રિયા બાદ જો ભ્રૂણ જીવીત હોવાનું જાણવા મળે છે તો હોસ્પિટલે ગર્ભના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવી પડશે. સરકારે કાયદા અનુસાર બાળકને દત્તક આપવા માટે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ.

આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાનો મેડિકલ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાંઆવ્યો છે. તો સાથે જ SCએ ચુકાદામાં કહ્યું કે ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક આપવાની જવાબદારી રાજ્ય સરકારની હશે તેવો પણ SCએ ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે પીડિતાએ હાઈકોર્ટની અરજીને સુપ્રીમમાં પડકારી હતી જેનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ