બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A youth from Junagadh wrote the names of three including MLA Vimal Chudasma to commit suicide
ADVERTISEMENT
Junagadh News: જૂનાગઢના ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ગળેફાંસો ખાઈને યુવકે ટૂંકાવ્યું જીવન
પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક ઝુઝારપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી.
ADVERTISEMENT
યુવકે સુસાઈડ નોટમાં MLA વિમલ ચુડાસમાનો કર્યો ઉલ્લેખ
સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સુસાઈડ નોટમાં MLA સહિત 3 લોકો મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
સુસાઈડ નોટમાં MLAના નામથી ખળભળાટ
સુસાઈડ નોટમાં લખેલું છે કે, 'મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.'
ADVERTISEMENT

પોલીસે શરૂ કરી તપાસ
યુવકે સુસાઈડ નોટમાં MLA વિમલ ચુડાસમાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.