બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A world record will be created today on the 'Madi' garba written by PM Modi

'માડી' ગરબો / PM મોદીએ લખેલા 'માડી' ગરબા પર આજે સર્જાશે વર્લ્ડરેકોર્ડ, રેસકોર્સ મેદાનમાં ઝૂમશે એકસાથે 1 લાખથી વધુ ખેલૈયાઓ

Malay

Last Updated: 10:20 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમમાં નોંધાશે વિશ્વવિક્રમ, આજે 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતા વધારે ખેલૈયાઓ PM મોદીએ લખેલા 'માડી' ગરબાના તાલે ગરબા રમશે.

  • PM મોદીએ લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
  • PM મોદીએ લખેલા ‘માડી’ ગરબાના તાલે કરાશે ગરબા 
  • 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ ગરબા રમશે 

Rajkot News: આજે શરદપૂર્ણિમા છે, ત્યારે રાજકોટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટના 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ PM મોદીએ લખેલા 'માડી' ગરબાના તાલે ગરબા રમીને વિશ્વવિક્રમ બનાવશે. આજે શરદપૂર્ણિમા પર 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતા વધારે ખેલૈયાઓ ગરબે ઘુમશે. આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમમાં વિશ્વવિક્રમ નોંધાશે. 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વવિક્રમ નોંધાશે. મહત્વનું છે કે, અગાઉ 60 હજાર લોકોએ એકી સાથે ગરબા રમી રેકોર્ડ સર્જ્યો હતો. 

હેલ્મેટ વગર ચોંય ન જવાય'- ટ્રાફિક અવેરનેસને લગતુ ગરબા સોંગ વાઈરલ | traffic  rules awareness song in navratri 2019 gujarat

1 લાખથી વધુ ખેલૈયાઓ રમશે ગરબા
શરદ પૂનમના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. માહિતી પ્રમાણે PM મોદીના ગરબા પર આજે શરદ પૂનમે 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબા રમશે. જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે. 

ખેલૈયાઓને લેવડાવાશે સંકલ્પ
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ તરફ હવે રાજકોટમાં PM નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબા પર વિશ્વ રેકોર્ડ બનશે. વિગતો મુજબ આજે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાનાર છે. જેમાં ખાસ કરીને 1 લાખથી વધુ ખેલૈયાઓ 'માડી' ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે. 

જાણો કોના દ્વારા કરવામાં આવ્યું આયોજન? 
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે તો સાથે રાજકોટમાં 'સે નો ટુ ડ્રગ્સ' સૂત્ર સાથે અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ સાથે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે તો 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 

PM નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબા ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે.’

PM મોદીએ ગીતના લિરિક્સ લખ્યા
ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે ટેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

હે હૈયા હા, હે હૈયા હા.
ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો

વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.
કાયા પાન ગરબો ને જીવ પાન ગરબો,
ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો જીવનની હળવી નિરાંત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવાતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો 
રમતો ને ભમતો ગરબો...કે ઘુમતો..
ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે (2)

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો
ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો (2)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ