બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A woman's boat while kayaking on the riverfront in Ahmedabad suddenly capsized.

VIDEO / અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કાયાકિંગ કરતી મહિલાની બોટે એકાએક પલટી મારી, જુઓ બાદમાં કેવી રીતે કરાયું રેસ્ક્યુ

Malay

Last Updated: 12:30 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીમાં બોટિંગ કરતી વખતે બોટ પલટી મારી જતાં યુવતી પાણીમાં ખાબકી, રેસ્ક્યુ ટીમે ગણતરીની મિનિટોમાં જ યુવતીની નજીક પહોંચીને તેને બચાવી લીધી.

  • બોટિંગ કરતી યુવતીની બોટ પલટી
  • સાબરમતી રિવરફ્રન્ટની ઘટના
  • યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

અમદાવાદની સાબરમતી નદીમાં આજે દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં બોટિંગ કરતી યુવતીએ અચાનક બેલેન્સ ગુમાવતા યુવતીની બોટ પલટી મારી ગઈ હતી. જેથી બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં ખાબકી હતી. જોકે, રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીને હેમખેમ બચાવી લીધી હતી. 

અચાનક બોટ પલટી મારતા નદીમાં ખાબકી યુવતી
મળતી માહિતી અનુસાર, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં એક યુવતી કાયાકિંગની મજા માણી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર યુવતીનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં પડી ગઈ હતી. જે બાદ યુવતી 'બચાવો, બચાવો'ની ચીસો પાડી રહી હતી. 

રેસ્ક્યુ ટીમે બચાવ્યો જીવ
આ અંગેની જાણ થતાંની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવતીને બચાવવાની તજવીજ હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમે ગણતરીની મિનિટોમાં જ યુવતીને બચાવી લીધી હતી અને યુવતીને હેમખેમ નદીમાંથી બહાર કાઢી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ