બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A stunning timelapse of Earth setting below the Moon's horizon captured by the Japanese spacecraft Kaguya as it orbits the Moon

આકાશી નજારો / VIDEO : આખે આખી પૃથ્વી ચંદ્ર નીચે સમાઈ ગઈ, જાપાની સ્પેસશટલે ઝડપ્યો 'અર્થાસ્ત'નો અદ્દભુત વીડિયો

Hiralal

Last Updated: 08:46 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાની સ્પેસશટલે ચંદ્રની ધરતી પરથી અસ્ત થતી પૃથ્વીનો એક બેનમૂન વીડિયો ઝડપ્યો છે જે ઘણો રોમાંચકારી છે.

ચંદ્રની ધરતી પરથી અસ્ત થતી પૃથ્વી દેખાઈ
જાપાની સ્પેસશટલે ઝડપ્યો ચંદ્ર પરથી અસ્ત થઈ પૃથ્વી
ધરીને ફરતાં પાસે આવી, પછી તેના મોટા ખાડા નીચે અલોપ થઈ ગઈ

જાપાનના સ્પેસક્રાફ્ટ Kaguyaએ પૃથ્વીનો એક અદ્દભુત વીડિયો રેકોર્ડ કર્યો છે જેમાં સૂર્યની જેમ અસ્ત થતી પૃથ્વી જોઈ શકાય છે. પૃથ્વી પરથી આપણને સૂર્ય જે રીતે અસ્ત થતો દેખાય છે તેવી રીતે ચંદ્રની ધરતી પરથી અસ્ત થતી પૃથ્વીને જોઈ શકાતી હતી. 

શું છે વીડિયોમાં 
રેકોર્ડ કરાયેલા વિડિયોમાં સૌપ્રથમ પણને ચંદ્રની સપાટીને ઊંચા અને નીચા ખાડાઓથી ભરેલી જોઈ શકો છો. આ પછી, પૃથ્વી ધીમે ધીમે આ સપાટીની નજીક આવે છે અને પછી ચંદ્રની સપાટી ફરતી દેખાય છે. નીચે જતા સમયે ધીમે ધીમે પૃથ્વી સેટ થાય છે. આ સમય દરમિયાન, પૃથ્વીનો એક ભાગ ચમકતો અને બીજો ભાગ અંધારામાં દેખાય છે, તેનું કારણ તેનું સૂર્ય સામે હોવું છે જ્યારે બીજો ભાગ સૂર્યની પાછળ છે. બધાને ખબર છે કે ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ચક્કર લગાવે છે. 

લોકોને અદ્દભત લાગ્યો વીડિયો
અસ્ત થતી પૃથ્વીનો વીડિયો લોકોને અદ્દભુત લાગ્યો છે. યૂઝર્સે કહ્યું કે આ અદ્ભુત દૃશ્ય માટે આભાર. કેટલાક યુઝર્સ એ પણ જાણવા માંગતા હતા કે સ્ટાર્સ કેમ દેખાતા નથી? એક યુઝરે લખ્યું- પૃથ્વી સંપૂર્ણ ગોળ છે, ક્યાંય સપાટ નથી. રસપ્રદ માહિતી આપતાં એક યુઝરે કહ્યું કે ચંદ્ર પૃથ્વી કરતાં મોટો દેખાય છે, પરંતુ પૃથ્વી ચંદ્ર કરતાં 14 ગણી મોટી દેખાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ