બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / a shocking case of fake office has come to light in chotaudepur
ADVERTISEMENT
Chotaudepur News: અત્યાર સુધી તો નકલી અધિકારીઓ પકડાતા હતા અને પકડાય તે પહેલા નકલી અધિકારીની ઓળખ આપી ઘણા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા, પરંતુ હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળશો તો બે ઘડી વિશ્વાસ જ નહીં આવે. છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
4.15 કરોડનો લગાવ્યો ચૂનો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. જે બાદ તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. સંદીપ રાજપૂતે સરકાર પાસેથી કુલ 93 કામના 4 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી. એટલે કે ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ લીધી હતી. તેણે 26 જુલાઇ 2021થી અત્યાર સુધી કુલ 93 કામોના રૂ 4,15,54915 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

ADVERTISEMENT
મિટિગમાં ફૂટ્યો ભાંડો
ગત 25 તારીખે ઉદવહન સિંચાઈ યોજનાની મિટિંગ યોજાઈ હતી. જેમાં હાજર બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને જ્યારે બોર્ડર વિલેજ યોજનાની વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાની 12 કામોની રૂ. 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ADVERTISEMENT
કોર્ટે 12 દિવસના મંજૂર કર્યા રિમાન્ડ
જે બાદ પોલીસે તપાસ હાથ ધરી સંદીપ રાજપૂત અને તેના મદદગાર અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. જે બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.