બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 5 foods that can reduce cholesterol and blood pressure and make your heart healthy

હેલ્થ ટિપ્સ / નસોમાં જમા કોલેસ્ટ્રોલ જેવી તમામ ગંદકી થઈ જશે સાફ, ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુ, દિલ બનશે મજબૂત

Bijal Vyas

Last Updated: 07:10 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે જો કંઇ પણ ખાઓ પીવો છો, તેમાં તમારા હૃદયને સ્વસ્થ્ય પર અસર કરે છે, ખરાબ ખાન-પાન તમને કોલેસ્ટ્રોલ અને બીપીનો દર્દી બનીને હૃદયના સ્વાસ્થ્ય બગડી શકે છે.

  • તમારી ખાણી-પીણીની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે
  • અળસીના બીજનું સેવન કરવાથી તમે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો
  • નટ્સ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે

Reduce cholesterol and blood pressure: હૃદય રોગ દુનિયાભરમાં મોતનું સૌથી મોટુ કારણ છે, હૃદયથી જોડાયેલા રોગોના કારણથી દરવર્ષે લગભગ 17.9 મિલિયન લોકોનુ મોત થાય છે. તેવામાં હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી છે. હદય સાથે જોડાયેલા રોગોના અનેક કારણ છે જેમાંથી તમારી ડાયટ પણ સામેલ છે. તમે શું ખાવો-પીવો છો, તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. 

ફેટથી ભરપુર વસ્તુઓ અને દારુનુ સેવન કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલ એક એવો પદાર્થ છે, જે લોહીની નસોને બ્લોક કરે છે, અને શરીરમાં બ્લડ ફ્લોને રોકે છે, જેનાથી હૃદય સાથે જોડાયેલા રોગ, હાર્ટ એટેક અને મગજનો એટેક એટલે કે સ્ટ્રોકનો ભય વધારે રહે છે. જો તમે તમારા હદયને સ્વસ્થ્ય અને મજબૂત કરવા ઇચ્છો છો. તો આવો જાણીએ, ડાયટીશિયન આ વસ્તુને પોતાની ડાયેટમાં શામેલ કરો. 

હૃદયને સ્વસ્થ્ય રાખવા માટે શું ખાવુ જોઇએ

અનાજ 
પોતાના ખોરાકમાં રિફાઇન્ડ અનાજ જેવા કે સફેદ પાસ્તા, સફેદ બ્રેડ વગેરેની જગ્યાએ આખા અનાજ વાળી વસ્તુઓને સામેલ કરો. અનાજમાં ફાઇબર, વિટામિન, મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે, અને તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલમાં રાખે છે. 

સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, આટલા બધાં રોગોનો થશે ખાતમો | health  benefits of eating flax seeds daily

અળસીના બીજ
દરરોજ એક ચમચી અળસીના બીજનું સેવન કરવાથી તમે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો અને તેને ગંભીર લેવલ પર જતા રોકી શકાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. દરરોજ લગભગ ચાર ચમચી અળસીના બીજ ખાવાથી તમને ફાયદો થઈ શકે છે. અળસીના બીજમાં જોવા મળતું આલ્ફા-લિનોલેનિક એસિડ હૃદય રોગ ધરાવતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે.

નટ્સ 
નટ્સમાં અનસૈચુરેટ ફેટ હોય છે અને સૈચુરેટ ફેટ ઓછુ હોય છે. નટ્સ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. નટ્સ ફાઇબરથી ભરેલુ હોય છે, જે કોલેસ્ટ્રોલને લોહીના પ્રવાહમાં શોષાતા અટકાવવામાં મદદ કરી શકે છે. હૃદયને સ્વસ્થ રાખવાનારા નટ્સમાં  બદામ, મગફળી, અખરોટ, હેઝલનટ્સ અને પિકૈન સામેલ છે.

સોયા
સોયા ઉત્પાદનો જેમ કે ટોફુ, ટેમ્પેહ, એડામેમ અને સોયા દૂધ હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ વિકલ્પ છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે, સોયા ઉત્પાદનોને માંસ અને ક્રીમ જેવા સૈચુરેટ ફેટથી ભરેલી વસ્તુઓના બદલે ઉત્પાદનનું સેવન કરવાનો વધુ સારો વિચાર છે.

Topic | VTV Gujarati

બીટનો રસ 
બીટનો રસ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતો છે. તેમાં નાઈટ્રેટ (NO3) ભરપૂર માત્રામાં હોય છે જે હાઈ બીપી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. દરરોજ એક ગ્લાસ બીટનો રસ પીવાથી રક્ત વાહિનીઓમાં બળતરાના લક્ષણોને ઘટાડવામાં મદદ મળી શકે છે, જે કોરોનરી હૃદય રોગ ધરાવતા લોકો માટે એક મોટી સમસ્યા છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ