બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 3-year sentence for priest who forced 17-year-old girl to convert

સજા / 17 વર્ષીય કિશોરીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર પાદરીને 3 વર્ષની જેલ, 10 હજારનો દંડ, Video કૉલથી કરતો બ્લેકમેઇલ

Malay

Last Updated: 10:51 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં 17 વર્ષીય કિશોરી અને તેના પરિવારને ધર્મ પરિવર્તન માટે દબાણ કરનારા પાદરીને સેશન્સ કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

  • ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર પાદરીને 3 વર્ષની જેલ
  • અભદ્ર ફોટા પાડી વાયરલ કરવાનું કહી કરતો બ્લેકમેઇલ 
  • ધર્મ પરિવર્તન કરાવનારને દાખલારૂપ સજા થવી જોઈએ: કોર્ટ

Ahmedabad News:  અમદાવાદમાં 17 વર્ષની કિશોરીને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરનારા પાદરી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. સેશન્સ કોર્ટ દ્વારા પાદરી ગુલાબન પરીખન મસીહને 3 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, સમાજને ગેરમાર્ગે દોરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા પાદરી સામે દાખલારૂપ સજા થવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાદરીને સજા થયાનો આ પ્રથમ કિસ્સો છે.

નિર્મિત એ. દીક્ષિત (પીડિતાના વકીલ)

વોટ્સએપ પર કરતો મેસેજ
આ કેસ અંગે માહિતી પીડિતાના વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 11ની સગીરાને તેની પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા ગુલાબન પરીખન મસીહ નામના પાદરી સાથે ઓળખાણ થઈ હતી. જે પાદરીએ સગીરા સાથે મિત્રતા કરીને તેના ઘરે જઈને ધર્મની વાતો કરવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે પાદરીની ઘરે આવનજાવન વધી જતાં વોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી. જે બાદ પાદરી સગીરાના વોટ્સએપ નંબર પર 'આઈ લવ યુ'ના મેસેજ કરતો હતો. 

સ્ક્રિનશોટ પાડી લીધા બાદ શરૂ કર્યું હતું બ્લેકમેઇલિંગ 
તેઓએ કહ્યું કે, પાદરી કિશોરી સાથે વોટ્સએપ પર વીડિયો કોલથી વાતો કરતો હતો. જે બાદ તેણે વીડિયો કોલમાં સગારીના કપડા ઉતરાવીને તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા. અસલી ખેલ અહીંથી શરૂ થયો, પાદરીએ કિશોરીના અભદ્ર સ્ક્રિનશોટ પાડી લીધા બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું, તેને હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરવાનું શરૂ કર્યું હતું. 

માઈન્ડ વોશ કરવાનું કર્યું શરૂ
આ બાબતે કિશોરીએ આ બાબતે ઈનકાર કરતા તેને અને તેના પરિવારને અનેક પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવ્યા. પાદરીએ 2 યુવકોને સગીરાના ઘરે મોકલી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પાદરીએ તેના અનુયાયીઓ સાથે સગીરાના ઘરે જઈને મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિ જોઈને કહ્યું કે 'આ તો શેતાનની મૂર્તિ છે, તેને ઘરમાં ન રખાય.' જે બાદ તેણે મૂર્તિ તોડી નાખી અને ઘરમાં બાઈબલ મુકી દીધી. જે બાદ તમામનું માઈન્ડ વોશ કરવાનું શરૂ કર્યું હતું. 

વાયરલ કરી દીધા ફોટા
વકીલ નિર્મિત એ. દીક્ષિતે કહ્યું કે, ધર્મ પરિવર્તનના અનેક પ્રયાસ કરવા છતાં સગીરા અને તેના પરિવારજનો એકના બે ન થતાં પાદરીએ સગીરાના ફોટા વાયરલ કરી દીધા હતા. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, જે બાદ આ કેસ કોર્ટમાં ચાલી જતાં પાદરી ગુલાબન પરીખન મસીહને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.  અન્ય કોઈ આવું કૃત્ય ન કરે તે માટે પાદરીને સજા આપવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ