ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 25 more construction sites sealed without safety nets in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમાં સેફ્ટી નેટ વિના ધમધમતી વધુ 25 કન્સ્ટ્રક્શન સાઈટો સીલ, સતત બીજા દિવસે પણ AMC એક્શનમાં

Published By: Malay

Last Updated: 10:16 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન નેટ લગાવવાના નિયમોની ઐસી તૈસી કરનારા બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે આકરી કાર્યવાહી, 2 દિવસમાં કુલ 66 બાંધકામ સાઈટો કરાઈ સીલ.

ADVERTISEMENT

  • પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઇટો સામે AMCની કાર્યવાહી
  • સતત બીજા દિવસે AMC દ્વારા કરવામાં આવી કાર્યવાહી 
  • નિયમોનું પાલન ન કરતા વધુ 25  કન્સ્ટ્રક્શન સાઈટો કરાઈ સીલ

Ahmedabad News: અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી અને ગ્રીન નેટ-સેફ્ટી નેટ વિના ધમધમતી બાંધકામ સાઈટો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે AMCએ કાર્યવાહી હાથ ધરીને વધુ 25 કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરી છે. બાંધકામના નિયમોનું પાલન ન કરતા નોટિસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે.  

લોન આસાનીથી મળે છે.! PM સ્વનિધિ હેઠળ લોન મંજૂર અને વિતરણમાં AMC દેશમાં  પ્રથમ સ્થાને, જાહેર થયા આંકડા | AMC ranks first in the country in  sanctioning and disbursing loans under PM

પ્રદૂષણ ફેલાવતી વધુ 25 કન્સ્ટ્રક્શન સાઇટો સીલ
શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતી, સિમેન્ટ, ડસ્ટ વગેરે ઉડવાને લીધે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે ગ્રીન નેટ નહીં લગાવનાર બિલ્ડર્સ સામે AMCએ ઝૂંબેશ હાથ ધરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન નેટ લગાવવાના નિયમોની ઐસી તૈસી કરનારા બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રદૂષણ ફેલાવતી વધુ 25 બાંધકામ સાઈટોને સીલ કરવામાં આવી છે.

નિયમોનું પાલન ન થતાં કરાઈ કાર્યવાહી
AMC દ્વારા જગતપુર, સાયન્સ સિટી રોડ, શીલજ, એસ.જી હાઇવે, ઉજાલા સર્કલ, સરખેજ, મક્તમપુરા, હંસપુરા, મૂઢીયા, નરોડામાં સાઈટો સીલ કરવામાં આવી છે. તમામ સાઈટને નોટિસ આપ્યા છતાં નિયમોનું પાલન ન થતાં કાર્યવાહી કરવામાં આવી છે. આમ કોર્પોરેશન દ્વારા 2 દિવસમાં એર પોલ્યુશન ફેલાવતી કુલ 66 બાંધકામ સાઈટ સીલ કરાઈ છે. 

હવામાં પ્રદૂષણને રોકવા અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય, બાંધકામ સાઈટ પર આ કામ  ફરજિયાત, દંડની પણ જોગવાઈ | Important decision of Ahmedabad Municipal  Corporation to prevent ...

AMC કમિશનરે અધિકારીઓનો લીધો ઉધડો
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેન્નારસન શહેરમાં ચેકિંગ માટે નીકળ્યા હતા, આ દરમિયાન તેમને શહેરમાં ઘણી બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ ન લગેલી જોવા મળી હતી. એટલે કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ અને સેફ્ટી નેટ બેરિકેટિંગ જોવા મળ્યું નહોતું. જેથી તેઓએ રીવ્યુ મીટિંગમાં તાલુકા વિકાસ અધિકારી અને એસ્ટેટ અધિકારીઓને આડેહાથ લીધા હતા. જે બાદ એસ્ટેટ અધિકારીઓએ ગ્રીન નેટ-સેફ્ટી નેટ ન લગાવનારા ડેવલપર્સ સામે ઝૂંબેશ હાથ ધરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad construction sites construction sites sealed safety nets અમદાવાદ ન્યૂઝ અમદાવાદ સમાચાર કન્સ્ટ્રક્શન સાઈટો સીલ ahmedabad news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ