ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Yuzvendra Chahal became the first player to take 200 wickets in IPL history

ઇતિહાસ / IPLમાં ચહલની ફીરકી ચાલી! 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો, બ્રાવોનો રેકોર્ડ ધ્વસ્ત

Published By: Vishal Dave

Last Updated: 09:14 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મોહમ્મદ નબીને આઉટ કરીને પોતાની કારકિર્દીની 200 વિકેટ પૂરી કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આવું કરનાર ચહલ વિશ્વનો પ્રથમ ખેલાડી છે.

ADVERTISEMENT

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં યુઝવેન્દ્ર ચહલે તેની આઈપીએલ કારકિર્દીની 200 વિકેટ પૂરી કરી લીધી છે. MI vs RR મેચની શરૂઆત પહેલા ચહલે 152 મેચમાં 199 વિકેટ લીધી હતી અને આ મેચમાં 200 વિકેટ પૂરી કરવા માટે તેને માત્ર 1 વિકેટ લેવાની હતી. ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મોહમ્મદ નબીને આઉટ કરીને પોતાની કારકિર્દીની 200 વિકેટ પૂરી કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આવું કરનાર ચહલ વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. IPLમાં બીજા નંબરે સૌથી વધુ વિકેટ ઝડપનાર ડ્વેન બ્રાવો છે જેણે પોતાની કારકિર્દીમાં 183 વિકેટ લીધી હતી.

 

12 વર્ષમાં તે 3 ટીમો તરફથી રમ્યો છે

યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની પ્રથમ મેચ રમી હતી અને છેલ્લા 12 વર્ષમાં તે 3 ટીમો તરફથી રમ્યો છે. ચહલે 2013માં મુંબઈ ઈન્ડિયન્સ માટે માત્ર 1 મેચ રમી હતી, જેમાં તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. તે પછી તે 8 સીઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો.. યુઝવેન્દ્ર ચહલે IPLમાં RCB માટે 113 મેચ રમી હતી, જેમાં તેણે 139 વિકેટ લીધી હતી. 2022 માં, લેગ સ્પિન જાદુગર ચહલે રાજસ્થાન રોયલ્સમાં પ્રવેશ કર્યો. ચહલે આરઆર માટે અત્યાર સુધી 39 મેચ રમી છે, જેમાં તેના ફરતા બોલે 61 વિકેટ લીધી છે.

આ પણ વાંચોઃ કોહલીને એમ્પાયર સાથે માથાકૂટ ભારે પડી! BCCIએ કરી કડક કાર્યવાહી, દંડની ફિફ્ટી

પર્પલ કેપનો વિજેતા પણ રહ્યો છે

યુઝવેન્દ્ર ચહલ  IPLમાં પર્પલ કેપનો વિજેતા પણ રહી ચૂક્યો છે. તે 2022માં પ્રથમ વખત રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો અને તે જ સિઝનમાં તેણે 27 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. ચહલ એવો બોલર પણ છે જેણે 5 અલગ-અલગ સિઝનમાં 20થી વધુ વિકેટ લીધી છે. તેની કારકિર્દીની 200મી વિકેટ લેવા સુધી, ચહલ IPL 2024માં પર્પલ કેપ રેસમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. વર્તમાન સિઝનમાં તેણે અત્યાર સુધી 13 વિકેટ ઝડપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

200 wickets 200 વિકેટ  Mohammad Nabi Yuzvendra Chahal  IPL આઇપીએલ યુઝવેન્દ્ર ચહેલ IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ