યુવરાજ સિંહે ખરીદી શાનદાર બાઇક, જાણો ફિચર્સ

By : juhiparikh 06:13 PM, 12 September 2018 | Updated : 06:13 PM, 12 September 2018
ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર યુવરાજ સિંહ BMWના મોટો ફેન છે, જેની સાબિતી છે, તેની નવી બાઇક. યુવરાજના ગેરેજમાં તાજેતરમાં આ કંપનીની નવી બાઇક જોડાઇ છે. આવો, જાણીએ તેનું નામ, કિંમત અને ખૂબીઓ વિશે..

યુવરાજ સિંહની નવી બાઇકનું નામ BMW G 310 R છે. આ એક સ્ટ્રીટફાઇટર છે અને યુવરાજે તેની ડિલીવરી BMW Motorradની ડિલરશિપમાંથી લીધી. જર્મન કંપની BMWની આ મેડ ઇન ઇન્ડિયા અને સૌથી નાની બાઇક છે..

BMW G 301 R બાઇકની એક્સ-શોરૂમની કિંમત 2.99 લાખ રૂપિયા છે, જેમાં ડિસ્ક બ્રેક્સ અને ડ્યૂઅલ એબીએસ આપવામાં આવ્યા છે.

 

BMW G 310 Rમાં 313cc, સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે જે 9500 આરપીએમ પર 34 બીએચપીનો પાવર અને 7500 આરપીએમ પર 28 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે, એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિસનથી લેસ કરવામાં આવ્યુ છે. 

36 વર્ષના યુવરાજ બાઇક્સની સાથે સાથે કારોનો પણ શોખીન છે. આ પહેલા તેના ગેરેજમાં BMW X6 M, Audi Q5, BMW 3 Series, Bentley Contiinental Flying Super વગેરે જેવી કાર અને બાઇક્સ છે.Recent Story

Popular Story