ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચોથા માળેથી યુવકે પડતું મૂક્યું, કમ્પાઉન્ડમાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું
Last Updated: 02:21 PM, 24 November 2025
ADVERTISEMENT
સુરતના લિંબાયત પોલીસે સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ એક અજાણ્યા યુવકે પોલીસ સ્ટેશનના ચોથા માળેથી નીચે કૂદી આપઘાત કરી લીધો. આ ઘટના પોલીસે કર્મચારીઓની હાજરીમાં જ બન્યું હતું, જેને કારણે સમગ્ર પોલીસ મથકમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
પોલીસકર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. પરંતુ યુવકને ગંભીર ઈજાઓ થતા તેને બચાવી શકાયો નહોતો. પોલીસ પરિસરમાં જ તેનું મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT

પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી
ADVERTISEMENT
લિંબાયત પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. યુવક કોણ હતો. તે પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો હતો અને આપઘાત પાછળનું કારણ શું હોય શકે. તે અંગે પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભાજપ સંગઠનને લઇ સૌરાષ્ટ્રથી મોટા સમાચાર, આ જાણીતા ચહેરાને અપાઇ શકે છે મોટો હોદ્દો
ADVERTISEMENT
તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગત બહાર આવશે
યુવકના આપઘાત મામલે તપાસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી દ્વારા ક્યાં કારણોસર આવું પગલું ભર્યું. તે બાબતે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગત બહાર આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT