ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / young man doing very easy job working half day taking full salary

ગજબ / જલસા છે બાકી! કહેવું પડે હો ભાઇ.... માત્ર અડધો દિવસ જ કામ અને પછી આરામ, છતાંય પૂરેપૂરી સેલરી મેળવે છે આ છોકરો

Published By: Dhruv

Last Updated: 04:17 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ યુવાનની નોકરી એટલી શાનદાર છે કે તે માત્ર અડધો દિવસ જ કામ કરે છે પરંતુ મહિનાના અંતમાં તેની સેલરી ફુલ ડેના હિસાબથી આવી જાય છે.

ADVERTISEMENT

  • નિયત કલાકો અને પગાર કરતાં પણ કરે છે ઓછું કામ છતાં મળે છે પૂરેપૂરી સેલરી
  • દિવસની 20 ડિલિવરી લગભગ અડધી શિફ્ટમાં પૂરી કરી નાખે છે
  • તે પોતાની નોકરીને વિશ્વની સૌથી સરળ નોકરી ગણાવી રહ્યો છે

ક્યાં એક તરફ કોઈ વ્યક્તિ ખાનગી નોકરીમાં તેના કામના કલાકો કરતાં પણ 1-2 કલાક વધુ કામ કરતા હોય છે તો પણ તેને જેટલો પગાર નક્કી કર્યો હોય તેટલો જ પગાર મળે છે અને ક્યાં આ છોકરો કે જેની નોકરી એટલી શાનદાર છે કે, તે નિયત કલાકો અને પગાર કરતાં પણ ઓછું કામ કરે છે છતાં તેને પૂરેપૂરી સેલરી મળી જાય છે. ત્યારે તેણે પોતે સોશિયલ મીડિયા પર લોકોને પોતાના આ અદ્ભુત કામ વિશે જણાવ્યું છે. એ અલગ વાત છે કે, જો બોસને ખબર પડી જશે તો પછી આ છોકરાનું શું થશે?

વ્યક્તિએ પોતાની નોકરીને લઇને (Easy Job and Good Salary) અનેક રસપ્રદ વાતો કરી છે. તે પોતાની નોકરીને વિશ્વની સૌથી સરળ નોકરી ગણાવી રહ્યો છે અને તેનું કહેવું છે કે, તેને માત્ર અડધા દિવસનું જ કામ કરવાનું હોય છે, બાકીના અડધા દિવસે તે માત્ર આરામ જ ફરમાવે છે. જો કે, આ આરામની કોઇ અસર તેની સેલરી (પગાર) પર નથી પડી રહી અને એ જ મહિને તેને અંતમાં સેલરી પણ મળી જાય છે.

આખરે શું કરી રહ્યો છે આ છોકરો?

એક અહેવાલ મુજબ જણાવી દઇએ કે, આ છોકરો 19 વર્ષનો છે કે જે બ્રિટનમાં Sainsburyનાં સુપરમાર્કેટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તે ટિકટોક પર Chubby Kid (@olliedtutt) નામથી પોતાના વીડિયો પોસ્ટ કરતો રહે છે. આ છોકરાએ એવો દાવો કર્યો છે કે, તેનું કામ કદાચ સૌથી સરળ છે, જેની માટે તેને સારી એવી રકમ પણ મળી રહી છે. છોકરાને બ્રિટિશ પોલિસીનો લાભ મળી રહ્યો છે, જેમાં 18થી 20 વર્ષના છોકરા-છોકરીઓને કામ કરવા માટે લઘુત્તમ વેતન 660 રૂપિયાથી વધુ આપવું પડશે. એ ઉદ્દેશથી તેને દર કલાકે હજાર રૂપિયાથી વધુ પગાર મળી રહ્યો છે અને તે દિવસમાં માત્ર 20 ડિલિવરી કરે છે.

અડધો દિવસ કંપનીની ગાડીમાં કરી રહ્યો છે આરામ

છોકરાએ વીડિયોમાં જણાવ્યું કે, તે દિવસની 20 ડિલિવરી લગભગ અડધી શિફ્ટમાં પૂરી કરી નાખે છે અને કંપનીની કારમાં તે આરામથી બેસી રહે છે. છોકરાએ એવી પણ સલાહ આપી છે કે, જો તમારે કોઈ સરળ કાર્ય કરવું હોય તો આ કામ સૌથી શ્રેષ્ઠ છે. આ કામમાં પગાર પણ પૂરો મળે છે અને કામ પણ અડધા દિવસનું જ હોય છે. ટિકટોક પર અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યાં છે. જો કે, કર્મચારીએ એવો પણ દાવો કર્યો છે કે, બોસ દ્વારા તેને આ વીડિયો હટાવવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે તેને જોયા બાદ તેની પાસેથી નોકરી મેળવવા લોકોની લાઈનો લાગી ચૂકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ajab Gajab News OMG NEWS Viral News Weird news odd news easy job working

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ