ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / yoga has been perfomed in local train of Mumbai today

સદુપયોગ / મુંબઇમાં ચાલતી લોકલ ટ્રેનમાં યાત્રીઓએ કર્યા યોગા, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ વાયરલ

Published By: Khyati

Last Updated: 03:01 PM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇની લોકલ ટ્રેનમાં યોગ દિનની ઉજવણી, વેસ્ટર્ન રેલવેએ શેર કરી તસવીરો, વહેલી સવારે ટ્રેનમાં સફર કરતા મુસાફરોએ કર્યા યોગા

ADVERTISEMENT

  • મુંબઇમાં ચાલતી ટ્રેનમાં યોગાભ્યાસ
  • ઇન્ટરનેટ પર તસવીરો થઇ વાયરલ
  • વહેલી સવારે ટ્રેનમાં મુસાફરી કરનાર યોગા કરતા દેખાયા 

દેશભરમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી. હર્ષોલ્લાસ ભેર રાજનેતાઓ સહિત બોલિવુડ સેલિબ્રિટીઓએ યોગા કર્યા. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે તો ક્યાંક માઇનસ ડિગ્રી વચ્ચે પણ જવાનોએ યોગા કર્યા. તો આ તરફ મુંબઇની લોકલ ટ્રેન ચર્ચામાં આવી કારણ કે યોગ દિનની ઉજવણી લોકલ ટ્રેનમાં પણ કરવામાં આવી.  જી, હા ટ્રેનમાં યોગા કરતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ છે. 

વેસ્ટર્ન રેલવેએ શેર કરી તસવીરો

વેસ્ટર્ન રેલવેએ આ તસવીરો શેર કરી છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં મુસાફરોને યોગ ટીચરની સૂચના મુજબ યોગ પોઝ આપતા જોઈ શકાય છે. તસવીરો શેર કરતી વખતે પશ્ચિમ રેલવેએ લખ્યું, "#InternationalYogaDay2022ના અવસર પર, પશ્ચિમ રેલવેના સહયોગથી Heal-Station એ મુંબઈ લોકલ ટ્રેનમાં યોગનું આયોજન કર્યું. યાત્રીઓને ફિટનેસ માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સમયનો કેવી રીતે ઉપયોગ કરીને યોગાસન કરવા તે અંગે શીખવવામાં આવ્યું. આ ગ્રુપનો ઉદ્દેશ્ય એજ છે કે બિઝી લાઇફસ્ટાઇલમાંથી થોડો સમય યોગ માટે ફાળવવામાં આવે.

વહેલી સવારે ટ્રેનોમાં કરે છે યોગ

મહત્વનું છે કે  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ના અવસર પર, મુસાફરો મુંબઈની લોકલ ટ્રેનોમાં વિવિધ યોગ આસનોની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. મુંબઈવાસીઓ ઘરથી ઑફિસ અને ઑફિસથી ઘરે જવા માટે ઘણો સમય પસાર કરે છે તે ધ્યાનમાં રાખીને, 75 યોગ શિક્ષકોએ તેમના માટે 'હીલ સ્ટેશન' નામની સંસ્થાની રચના કરી અને ટ્રેનોમાં યોગનો અભ્યાસ કર્યો. વહેલી સવારે મુસાફરી કરતા મુસાફરો ટ્રેનમાં યોગ કરે છે અને તેનાથી તેમને સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે.

2017માં શરૂ કરવામાં આવી હતી આ પહેલ

પશ્ચિમ રેલ્વેની પરવાનગી લીધા પછી આ પહેલ સૌપ્રથમ 2017 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શરૂ કરવામાં આવી હતી, જ્યાં મુસાફરોએ પ્રથમ વખત ટ્રેનમાં લગભગ 15-20 મિનિટ સુધી આસનો કર્યા હતા. છ વર્ષ પછી, 100 થી વધુ યોગ શિક્ષકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી છે, જે યોગ શીખવાનું પ્લેટફોર્મ Heal-Station દ્વારા સંચાલિત છે. આ શિક્ષકોમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો અને બાળકો પણ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Western Railway ચાલતી ટ્રેનમાં યોગા મુંબઇ યોગાભ્યાસ લોકલ ટ્રેન વેસ્ટર્ન રેલવે Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ