બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:46 AM, 19 April 2026
યસ બેંકે તેના માર્ચ ક્વોર્ટરના રીઝલ્ટ જાહેર કર્યા છે. આ પ્રાઈવેટ બેંકે જાન્યુઆરીથી માર્ચ 2026 સુધીમાં 1,068.42 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 44.70 ટકાનો વધારો દર્શાવે છે. એક વર્ષ પહેલાંના સમાન ક્વોર્ટરમાં યસ બેંકનો નેટ પ્રોફિટ 7381.20 કરોડ રૂપિયા હતો.
ADVERTISEMENT
ચોથા ક્વોર્ટર દરમિયાન યસ બેંકની નેટ ઈંટરેસ્ટ આવક 2637.70 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ પહેલાં 2276.30 કરોડ રૂપિયા હતી. આ વાર્ષિક ધોરણે NIMમાં 2.7 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચ ક્વોર્ટરમાં પ્રી-પ્રોવિઝન ઓપરેટિંગ નફો 23.11 ટકા વધીને 1618.24 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ પહેલાં 1314.38 કરોડ રૂપિયા હતો.
ADVERTISEMENT
યસ બેંકે અહેવાલ આપ્યો છે કે માર્ચ ક્વોર્ટર દરમિયાન નેટ લોન 2.73 લાખ કરોડ રૂપિયા રહ્યા હતા જે વાર્ષિક ધોરણે 11.10 ટકાનો વધારો દર્શાવે છે. આ સિવાય ક્વોર્ટર -બાય-ક્વોર્ટર ધોરણે તેમાં 6.2 ટકાનો વધારો થયો છે. બેંકના NPA 0.2 ટકા રહ્યા છે, જે વાર્ષિક ધોરણે 10bpsનો ઘટાડો દર્શાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શુક્રવારે BSE પર યસ બેંકના શેર 1.25 ટકા વધીને 20.20 રૂપિયા પર બંધ થયા હતા. જે ગયા મહિનામાં યસ બેંકના શેરનો ભાવ 8.37 ટકા વધ્યો છે. એક વર્ષમાં શેરે 11.66 ટકાનું વળતર આપ્યું છે. યસ બેંકનો 52-અઠવાડિયાનો હાઈ રેટ 24.30 રૂપિયા છે. કંપનીનો 52-અઠવાડિયાનો લો લેવલ 17.19 રૂપિયા છે. યસ બેંકનું માર્કેટ કેપ 63,387 કરોડ રૂપિયા છે.
બે વર્ષમાં યસ બેંકના શેરમાં 15.69 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન ત્રણ વર્ષમાં શેરમાં 31 ટકાનો વધારો થયો છે. આ પ્રાઈવેટ બેંકના શેરના ભાવમાં પાંચ વર્ષમાં 38.36 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2017 માં યસ બેંકના શેરને 10 ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, કંપનીના શેરનો ભાવ 10 થી ઘટીને 2 રૂપિયા પ્રતિ શેર થયો હતો. ત્યારબાદ કંપનીના શેરને 5 ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. યસ બેંકે છેલ્લે 2019 માં રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તે સમયે બેંકે પ્રતિ શેર 2 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.