બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 PM, 17 April 2026
હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) ફરીથી ખુલવાની અને મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની ખબરોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 10% સુધીનો મોટો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. આ ઘટાડાથી ભારત માટે આયાત બિલમાં મોટી બચત થશે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા જન્મી છે. સોમવારે ભારતીય શેરબજારમાં પેઇન્ટ્સ, ટાયર અને ઓઇલ સેક્ટરની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી શકે છે.
ADVERTISEMENT
Oil market update:
— ANI (@ANI) April 17, 2026
Brent Crude: $89.12
WTI (West Texas Intermediate) Crude: $83.90
વૈશ્વિક બજારમાં અગાઉ એવી આશંકા સેવાઈ રહી હતી કે ઈરાન સંબંધિત તણાવને કારણે હોર્મુઝ બંધ થઈ શકે છે. જો આવું થયું હોત તો વિશ્વના કુલ તેલ પુરવઠાના અંદાજે 20 ટકા હિસ્સા પર માઠી અસર પડી હોત અને કિંમતો આસમાને પહોંચી હોત. જોકે, તાજા અહેવાલો મુજબ આ માર્ગ હવે સંપૂર્ણપણે ખુલ્લો છે અને જહાજોની અવરજવર સામાન્ય બની રહી છે. સપ્લાય ચેઈન ખોરવવાનો ડર ઓછો થતા જ બજારમાં રહેલી ગભરાટ (Panic Selling) ઘટી છે અને કિંમતો ઝડપથી નીચે આવી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતો હવે 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ સ્થિર થઈ છે, જ્યારે WTI ક્રૂડ પણ ઘટીને 83-86 ડોલરની રેન્જમાં આવી ગયું છે.
ADVERTISEMENT
Iran's Foreign Minister Seyed Abbas Araghchi says, "In line with the ceasefire in Lebanon, the passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire, on the coordinated route as already announced by Ports and… pic.twitter.com/tDmRt0XCD9
— ANI (@ANI) April 17, 2026
બજારના નિષ્ણાતો માને છે કે કાચા તેલના ભાવમાં આવેલા આ કડાકા પાછળ માત્ર સપ્લાય જ નહીં પણ રોકાણકારોની નફાખોરી (Profit Booking) પણ જવાબદાર છે. તાજેતરમાં કિંમતોમાં થયેલા ઉછાળા બાદ રોકાણકારોએ મોટા પાયે વેચાણ શરૂ કર્યું છે. આ ઉપરાંત, વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલી સીઝફાયર (યુદ્ધવિરામ) ની વાતો અને વાતચીતની શક્યતાઓએ બજારના સેન્ટિમેન્ટને સકારાત્મક બનાવ્યું છે. આ ઘટનાક્રમે વૈશ્વિક મોંઘવારી દર પર પણ અંકુશ મેળવવામાં મદદ મળી શકે તેવા સંકેતો આપ્યા છે.
ADVERTISEMENT
US President Donald Trump posts, "The Strait Of Hormuz is completely open and ready for business and full passage, but the Naval blockade will remain in full force and effect as it pertains to Iran, only, until such time as our transaction with Iran is 100% complete. This process… pic.twitter.com/ydoADWHBY4
— ANI (@ANI) April 17, 2026
ભારત માટે આ સમાચાર બેવડી ખુશી લાવ્યા છે. કાચા તેલના ભાવ ઘટવાથી ભારતનું વિદેશી મુદ્રા ભંડાર બચશે અને સરકારી તેલ કંપનીઓ પરનો બોજ ઓછો થશે. જો આ સ્થિતિ લાંબો સમય ટકી રહેશે તો સામાન્ય જનતા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવી શકે છે. મોંઘવારી દરમાં નરમી આવવાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. સાથે જ, ભારતીય શેરબજારમાં સોમવારે તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે. ખાસ કરીને એવી કંપનીઓ કે જેમના કાચા માલમાં ઓઇલનો ઉપયોગ થાય છે, જેમ કે પેઇન્ટ અને ટાયર બનાવતી કંપનીઓ, તેમના માર્જિનમાં સુધારો થશે અને શેરના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : આખરે 49 દિવસ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું મૂક્યું, વિદેશમંત્રીનું એલાન
જોકે, નિષ્ણાતોએ સાવચેત કરતા જણાવ્યું છે કે કાચા તેલની દિશા હવે સંપૂર્ણપણે ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ પર નિર્ભર રહેશે. જો તણાવ વધુ ઓછો થશે તો કિંમતોમાં હજુ પણ ઘટાડો શક્ય છે, પરંતુ જો કોઈ નવો વિવાદ ઉભો થશે તો બજારમાં ફરી ઉછાળો આવી શકે છે. હાલમાં તો હોર્મુઝ માર્ગ ખુલવો એ વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ભારતીય અર્થતંત્ર માટે ઓક્સિજન સમાન સાબિત થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.