બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'ભૂલ એની જ ગણાય...', યશસ્વી જયસ્વાલના રન આઉટ પર મચી બબાલ, આવ્યા ચોંકાવનારા નિવેદન
Last Updated: 03:41 PM, 11 October 2025
દિલ્હી ખાતે રમાઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં બીજા દિવસે ભારતનો ઓપનર યશસ્વી જયસ્વાલ બેવડી સદીથી ચુકી ગયો હતો. શુભમન ગિલ અને તેની વચ્ચે ખરાબ કોમ્યુનિકેશનના કારણે જયસ્વાલે 175 રન પર આઉટ થવું પડ્યું હતું. યશસ્વીના આ રીતે આઉટ થવાથી ફેન્સ પણ નારાજ થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ કે આ રન આઉટમાં કોની ભૂલ છે? આ અંગે પૂર્વ ભારતીય કોચ અનિલ કુંબલે સહિતના અનુભવી પ્લેયર્સે આ મુદ્દે પોતાનું એનાલિસિસ રજુ કર્યું હતું.
ADVERTISEMENT
A mix-up that hurt! 😬
— Star Sports (@StarSportsIndia) October 11, 2025
Yashasvi Jaiswal's un-out leaves everyone disappointed.
Commentary panel ft. @anilkumble1074 & @parthiv9 weigh in on how @ShubmanGill and @ybj_19 could have called it better! ✅🏏
Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day… pic.twitter.com/9If3L0s4VG
ADVERTISEMENT
આ અંગે પૂર્વ ભારતીય કોચ અનિલ કુંબલેએ કહ્યું હતું કે, "અહીંયા રન નહતો લઇ શકાય તેવો. શોટ સારો માર્યો અને તે દોડ્યો, એમ સમજીને કે બોલ કદાચ ફિલ્ડરની પાર થઇ જશે. બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. જો શુભમન ગિલ પણ દોડ્યો હોત તો તે પણ રન આઉટ થઇ જાત."
ADVERTISEMENT

ADVERTISEMENT
જયસ્વાલના રન આઉટ થવા પર કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે, "આ બોલ પર રન લલેવું ખોટું હતું કેમ કે, કોઈ એક બેટ્સમેન તો આઉટ થવાનો જ હતો. બે જણ દોડે છે ત્યારે એક રન પૂરો થાય છે. મારા કોચે મને શીખવ્યું હતું કે જે પણ રન આઉટ થાય છે તેને જ હંમેશા દોષિત મનાય છે. ટેસ્ટ ક્રિકેટમાં તમે એક રન બનાવવા માટે વિકેટ ગુમાવી દો તે સારી બાબત નથી."
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં આજે ભારતીય ટીમે 5 વિકેટે 518 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં યશસ્વી જયસ્વાલે શાનદાર 175 રન બનાવ્યા તો કેપ્ટન શુભમન ગિલે 129 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. સાઈ સુદર્શને 87 રન કર્યા હતા. જ્યારે ધ્રુવ જુરેલ 44 રન બનાવીને આઉટ થયો. આ સાથે નીતિશ કુમાર રેડ્ડીએ પણ 43 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર અત્યારે 87 રને એક વિકેટે પહોંચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.