બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : યશસ્વીએ બોલ ફટકાર્યો, રન લેવા દોડ્યો પણ ગિલ બાઘાની જેમ ઊભો રહ્યો, રનઆઉટ થતાં કર્યું ચોંકાવનારુ
Last Updated: 02:04 PM, 11 October 2025
દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની 2જી ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર ખેલાડી યશસ્વી જયસ્વાલ વચ્ચે ચકમક ઝરી હતી કારણ એક બોલ રમતી વખતે રનઆઉટ થતાં યશસ્વીને એવું લાગ્યું કે તે શુભમનને કારણે જ આઉટ થયો પછી બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ADVERTISEMENT
Whose fault here in runout ? Shubman gill or yashasvi Jaiswalpic.twitter.com/XE7vuF1w9k
— Aman. (@CricMerphy) October 11, 2025
શું બન્યું મેદાનમાં
ADVERTISEMENT
યશસ્વીએ મિડ-ઓફ તરફ જેડન સીલ્સનો ફુલ લેન્થ બોલ રમ્યો. યશસ્વીને લાગ્યું કે ત્યાં એક રન બનશે, પરંતુ રન ન બન્યો. યશસ્વી રન માટે દોડ્યો, પરંતુ ગિલ બાઘાની જેમ ઊભો રહ્યો. ત્યારબાદ યશસ્વીએ ક્રીઝ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, તેજનારાયણ ચંદ્રપોલે ઝડપથી બોલ પકડ્યો અને તેને વિકેટકીપર ટેવિન ઈમલચને પહોંચાડ્યો અને તેણે રનઆઉટ કરાવી દીધો.
ADVERTISEMENT
અમ્પાયરે ઉતાવળમાં આઉટ આપી દીધો
અમ્પાયરે પણ ઉતાવળમાં આંગળી ઉંચી કરી નાખી એટલે યશસ્વીને પેવેલિયન ભેગા થઈ જવા સિવાય બીજો રસ્તો નહોતો પરંતુ જતાં પહેલાં યશસ્વીનું માથું ગુસ્સાથી તમતમી ગયું અને તે ગિલ સાથે દલીલો કરતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.