બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Wrestlers protest: Who is brijbhushan Sharan Singh, Why BJP is not taking action against him, What is his political history

Wrestlers Protest / અયોધ્યાથી લઈને બસ્તી સુધી... 100 કિમી સુધી બાહુબલીની પકડ, ભારે ઉહાપોહ છતાં એક્શન લેતા કેમ ખચકાઈ રહી છે BJP

Vaidehi

Last Updated: 06:39 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃજભૂષણ શરણસિંહનાં વિરોધમાં પહેલવાનો ધરણાં પર બેઠાં છે પરંતુ ભાજપ હજુ સુધી કોઈ એક્શન કેમ નથી લઈ રહી? બૃજભૂષણનું વર્ચસ્વ કેટલા જિલ્લાઓમાં? શું છે તેમનો રાજનૈતિક ઈતિહાસ?

  • બૃજભૂષણ શરણસિંહની સામે પહેલવાનો
  • વિરોધ પ્રદર્શન છતાં ભાજપ છે મૌન
  • બૃજભૂષણ શરણસિંહનો રાજનૈતિક ઈતિહાસ રસપ્રદ

UPની કેસરંગજ લોકસભા સીટનાં સાંસદ બૃજભૂષણ શરણસિંહ ભલે દિલ્હીની રાજનીતિમાં ચર્ચાનો વિષય ન હોય પરંતુ ઉત્તરપ્રદેશમાં તેમની બોલબાલા જોવા મળે છે. અયોધ્યાથી બસ્તી સુધીમાં તેમનું મોટું નામ છે. તેઓ સપાથી લઈ ભાજપ સુધીનાં સાંસદ રહી ચૂક્યાં છે. હાલમાં તેઓ ભાજપમાં છે અને કુશ્તી મહાસંઘનાં અધ્યક્ષ પણ છે.

રાજનૈતિક કારણોને લીધે ભાજપ મૌન
યૌન શોષણનાં મામલામાં હાલ બૃજભૂષણ શરણસિંહ આરોપોની વચ્ચે ઘેરાયેલા છે એટલું જ નહીં આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે ત્યારે સવાલ એ છે કે ભાજપ શા માટે હજુ સુધી ચુપ્પી ધારણ કરીને બેઠી છે? ભાજપ અને સરકાર આ મુદાને લઈને કોઈ ઊતાવળ નથી કરી રહી જેનાં કેટલાક રાજનૈતિક કારણો હોઈ શકે છે.

100 કિલોમીટરનાં વિસ્તારમાં ઘણું પ્રભુત્વ
બૃજભૂષણ શરણસિંહનું કેટલીક લોકસભા સીટો પર રાજનૈતિક પ્રભુત્વ છે. તે કુશ્તીનાં પણ મોટા ખેલાડી રહી ચૂક્યાં છે. 1991માં પહેલીવાર લોકસભાની ચૂંટણી જીતનારા બૃજભૂષણ ત્યારથી સાંસદ રહેતાં આવ્યાં છે. રાજપૂત ખાનદાનમાંથી આવનારાં બૃજભૂષણ શરણસિંહ સામાન્ય પરિવારથી આવીને પોતાનું વર્ચસ્વ અનેક જિલ્લાઓમાં સ્થાપિત કર્યું છે. ગોંડા, બલરામપુર, બસ્તી, શ્રાવસ્તી, અયોધ્યા સુધઈ આશરે 100 કિલોમીટરનાં વિસ્તારમાં તેમનો પ્રભાવ છે. એટલું જ નહીં રાજનીતિમાં આગળ વધ્યાં બાદ બૃજભૂષણે આશરે 50 જેટલા શિક્ષણ સંસ્થાનો પણ શરૂ કર્યાં છે. તેમનું એક ઘણું મોટું નેટવર્ક છે. નેતાજીનાં નામથી ઓળખાતા બૃજભૂષણની ઈમેજ આ સમગ્ર વિસ્તારોમાં ઘણી સારી અને ગૌરવવંતી છે.

સંઘથી પણ સારા સંબંધો
2009માં સપાથી જીત મેળવનારા બૃજભૂષણે ભાજપનાં જ ઉમેદવારને માત આપી હતી. જો કે તેમની ઈમેજ હિંદુત્વવાળી છે તેના કારણે ભાજપમાં આવ્યાં પહેલાં તેઓ RSS સાથે જોડાયેલા હતાં. VHPનાં અધ્યક્ષ અશોક સિંઘલનાં તેઓ નજીકી માનવામાં આવતાં હતાં. રામ મંદિર આંદોલન દરમિયાન તેઓ અયોધ્યામાં જ ભણી રહ્યાં હતાં અને બાબરી મસ્જિદ મામલા દરમિયાન પણ તેઓ ત્યાં હતાં. પાછળથી તેઓ વાજપેયીનાં સંપર્કમાં આવ્યાં જેનો ફાયદો ટીકિટનાં રૂપે તેમને મળ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ