બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નોકરીયાતો માટે સૌથી ખરાબ સમાચાર, 15 દિવસનું ભાડુ ભરી 30 દિવસ મુસાફરી નહી કરી શકો
Last Updated: 07:27 PM, 25 June 2025
News About GSRTC Pass : નિગમની લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને હાલનાં બસભાડામાં રાહત આપી રાહત દરના માસિક/ત્રિમાસિક પાસ આપવાની સુવિધા આપવામાં આવતી હતી. જેમાં 15 દિવસનું ભાડું ભરીને 30 દિવસની મુસાફરીની સુવિધા આપવામાં આવતી હતી. 45 દિવસનું ભાડું ભરીને 90 દિવસની મુસાફરી કરવા જેવી યોજનાઓ બહાર પાડી હતી.
ADVERTISEMENT
દૈનિક મુસાફરોને એસટી વિભાગનો ઝટકો
જો કે હવે મુસાફરોને એસટી વિભાગ દ્વારા ઝટકો આપવામાં આવ્યો હતો. એસટીના જણાવ્યા અનુસાર નિગમની બસોમાં હાલમાં વધી રહેલા લોડ ફેક્ટર અને સદર યોજનાઓ નિગમની સ્વયોજના હોઇ આ બાબતે વધતા જતા સંચાલકીય ખર્ચને ધ્યાને રાખીને ચાલુ યોજનામાં મુસાફર અને એસટી બંન્નેનું હિત જળવાઇ રહે તે માટે સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 06/06/2025ની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભયાનક / Gujarat માં પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની અલગ અલગ આગાહી
18 દિવસનું ભાડુ ભરો 30 દિવસ મુસાફરી કરો
ADVERTISEMENT
નવા નિર્ણય અનુસાર 18 દિવસનું ભાડુ ભરો અને 30 દિવાસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડુ ચુકવો અને 60 દિવસની મુસાફરી કરો યોજના લાગુ કરવામાં આવી છે. સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા રોજીંદા મુસાફરીનાં ભાડામાં રાહતદરનાં પાસની યોજના અન્વયે ઇ પાસ મોડ્યુલમાંથી ડેપો કંન્ટ્રોલ પોઇન્ટ પરથી પાસ તથા આઇડીકાર્ડ ઇશ્યું કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.